અમરેલીઃ ખાંભા તાલુકામાં બેન્કમાં ફરજ દરમિયાન યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. આ પગલું ભરતા પહેલા તેને એક સ્યૂસાઇડ નોટ લખી હતી. દીકરીના મોતથી પરિવનારમાં માતમ છવાયો છે. આ મામલે પોલીસને મળેલી સ્યૂસાઇડ નોટમાં લાખો રૂપિયાનું દેવું થઈ જવાના કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે.
ખાંભા તાલુકામાં ભાડ ગામની રહેવાસી ભૂમિકા હરેશભાઈ સોરઠિયા ખાંભા સ્થિત એક ખાનગી બેન્કમાં નોકરી કરતી હતી. તેને 28 લાખ રૂપિયાનું દેવું થઇ જતા આ પગલું ભર્યું હતું. સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, તે 28 લાખ રૂપિયાના દેવાના બોજ નીચે દબાઈ ગઈ હતી, અને આ દેવું Shine.com નામની કંપની સાથે સંકળાયેલું હતું. નોટમાં પોતાના માતા-પિતાને સંબોધીને લખ્યું છે કે, મૃત્યું બાદ માતા-પિતાને 5 લાખ રૂપિયા પણ મળશે, આ સાથે PFના રૂપિયા પણ પડ્યાં હશે, તે પણ નીકાળી લેજો. ભૂમિકાએ તેની છેલ્લી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે, મારી બોડી ઘરે આવે ત્યારે મને ગળે લગાડી લેજો. પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો. હાલ આ મામલે ખાંભા પોલીસે નોટને આધારે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભૂમિકા ઓનલાઈન જોબ પોર્ટલ Shine.com સાથે જોડાયેલી હતી, જેને કારણે તેના પર 28 લાખ રૂપિયાનું દેવું થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે. દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
સૌરાષ્ટ્રમાં IPS નિર્લિપ્ત રાયની એન્ટ્રી, ગુનેગારોમાં ફફડાટ વચ્ચે નિખિલ દોંગએ કહી આ વાત | 2026-03-06 17:47:51
ગોંડલમાં આપ નેતા જીગીશા પટેલ પર હુમલા બાદ આપના કાર્યકર્તાઓમાં રોષ, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો - Gujarat Post | 2026-02-25 11:37:31
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક: યુવક પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ | 2026-02-24 10:04:22
ખંડણીના કેસમાં કીર્તિ પટેલ કોર્ટમાં રજૂ, પોલીસ વાનમાંથી ઉતરતા જ રડી પડી, બાદમાં મળ્યાં જામીન | 2026-02-23 17:53:49