Wed,19 February 2025,9:31 pm
Print
header

અમરેલી લેટર કાંડમાં નિર્લિપ્ત રાય ડીજીને રિપોર્ટ સોંપશે, પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની શક્યતા- Gujarat Post

એક-બે દિવસમાં થઈ શકે છે મોટા ખુલાસા

પાયલ ગોટીના નિવેદનો મામલે થઈ શકે છે સ્પષ્ટતા

ગાંધીનગરઃ અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પાયલ ગોટીની ધરપકડ મુદ્દે પોલીસની શંકાસ્પદ ભૂમિકા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે. નિર્લિપ્ત રાયે કેસની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની સંભાવના છે. તેને લઈ કેટલાક પોલીસ અધિકારીઓ પણ રડારમાં છે. યુવતીને અડધી રાતે ઉઠાવી લેવી તે મોટી બેદકારી હોવાનું સામે આવ્યું છે, નિર્લિપ્ત રાયે તપાસ પૂર્ણ કરી લીધી છે અને રિપોર્ટ પણ તૈયાર કરી લીધો છે. ટૂંક સમયમાં તેઓ ડીજીને રિપોર્ટ સોંપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઉચ્ચ અધિકારીઓની સૂચના વગર કોઈનું અડધી રાત્રે સરઘસ કાઢવું શક્ય નથી.નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં પણ ફેરફાર થઈ શકે છે. અમરેલી લેટર કાંડ બાદ ભાજપ સરકાર ભીંસમાં મુકાઈ હતી. સ્થાનિક ભાજપ નેતાઓ, પાટીદાર નેતાઓ પણ મેદાનમાં ઉતર્યાં હતા. 

બહુચર્ચિત લેટરકાંડ મામલે જેલમાં રહેલા બાકીના ત્રણેય આરોપીઓનો જામીન પર છૂટકારો થયો હતો. એક મહિનાથી જેલમાં રહેલા ત્રણેય આરોપીઓનું જેલ બહાર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch