Tue,17 June 2025,9:46 am
Print
header

અમરેલીઃ સાળી પર દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી - Gujarat Post

  • Published By
  • 2025-06-02 09:39:51
  • /

(demo pic)

અમરેલીઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધી છે. અમરેલીના ધારીમાં આવી જ એક કલંકરૂપ ઘટના બની છે.  જેમાં બનેવીએ 11 વર્ષીય સાળી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હવસખોર બનેવીની ધરપકડ કરી છે.

ધારીમાં સગા બનેવીએ 11 વર્ષીય સગીર સાળીને લલચાવે ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યાં અનુસાર સગીરા માતાનો માંડવો જોવા ગઇ હતી, તે દરમિયાન આરોપી બનેવીએ સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાએ સમગ્ર ઘટનાની વિશે મોટી બહેનને જાણ કરી હતી. જો કે મહત્વની વાત એ છે કે સગી મોટી બહેનને તેના પતિની કરતૂત અંગે જાણ હોવા છતાં નાની બહેનની મદદ કરી ન હતી. 

પછી પીડિતાએ સમગ્ર ઘટના વિશે તેના પિતાને જાણ કરતાં સગીરાના પિતાએ જમાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે રોહિત મકવાણાની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં તેણે સ્વીકાર્યું હતું કે તેણે તેની સાળીને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch