Sat,17 October 2026,5:26 am
Print
header

અમરેલીના હાડીડા ગામમાં પિતાએ પુત્રીની હત્યા કરીને લાશ ફ્રિજમાં મૂકી, પોતે ગળાફાંસો ખાધો

  • Published By dilip patel
  • 2026-09-17 18:01:16
  • /
  • આર્થિક સંકડામણથી કંટાળીને પિતાએ માસૂમ દીકરીનું મોં દબાવી શ્વાસ રુંધી નાખ્યો
  • એક જ ઘરમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળતાં અરેરાટી
  • માતાએ પતિ વિરુદ્ધ નોંધાવી હત્યાની ફરિયાદ

સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનમાં આર્થિક સંકડામણથી ત્રસ્ત પિતાએ પોતાની જ માસૂમ પુત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, તેનો મૃતદેહ ફ્રિજમાં છુપાવી પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. એક જ ઘરમાંથી પિતા અને પુત્રી બંનેના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મળતી વિગતો અનુસાર, હાડીડા ગામમાં રહેતા કિશોરભાઈ ધાણક છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં હતા. આ આર્થિક તંગીથી કંટાળીને તેમણે પોતાના જ કાળજાના કટકા સમાન માસૂમ પુત્રીના મોં આડો હાથ રાખી શ્વાસ રુંધીને તેની હત્યા કરી નાખી હતી. આટલેથી ન અટકતાં, પુત્રીના મૃતદેહને ઘરના ફ્રિજમાં સંતાડી દીધો હતો. ત્યારબાદ કિશોરભાઈએ પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. માસૂમ બાળકી અને પિતા બંનેના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ કમકમાટીભર્યા બનાવ સંદર્ભે મૃતક બાળકીની માતાએ પોલીસ મથકે પોતાના મૃતક પતિ વિરુદ્ધ પુત્રીની હત્યા અંગેની વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch