અમરેલીઃ જિલ્લાના રાજુલામાં એક ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથે આડાસંબંધની શંકા રાખીને એક પતિએ યુવકને ગળું દબાવીને પતાવી દીધો હતો. લાશને સળગાવવાનો પ્રયાસ નિષ્ફળ જતાં, હત્યારાએ લાશને મૃતકના બાઇક પર ધાબળામાં વીંટાળીને 34 કિલોમીટર દૂર ફેંકી દીધી હતી. જો કે, હત્યાના 24 દિવસ બાદ મોબાઇલ ચાલુ કરવાની એક ભૂલને કારણે પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી.
ભાવનગરના મહુવાના વતની અને રાજુલામાં એકલા રહી હોટલનો વ્યવસાય કરતા 42 વર્ષીય સુરેશ કરશનભાઇ સભાડિયા10 ઓક્ટોબરના રોજ ગુમ થયા હોવાની અરજી તેમના ભાઈ લાલજીભાઇએ રાજુલા પોલીસમાં કરી હતી.પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી હતી.
ઘટનાના બરાબર 24 દિવસ પછી, એટલે કે 2 નવેમ્બરના રોજ, ગુમ થયેલા સુરેશભાઇનો મોબાઇલ અચાનક ચાલુ થયો હતો. પોલીસ મોબાઇલનું લોકેશન ટ્રેસ કરીને સ્થળ પર પહોંચી હતો. આ મોબાઇલ રાજદીપ રાઠોડ નામના યુવક પાસેથી મળી આવતા પોલીસ રાજદીપને પોલીસ મથકે લઈ આવી હતી.
પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં રાજદીપે હત્યાની કબૂલાત કરી હતી. જે સાંભળીને પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેને શંકા હતી કે અપરિણીત સુરેશને તેની પત્ની સાથે આડાસંબંધો છે. રાજદીપની પત્નીએ પણ જણાવ્યું હતું કે સુરેશ તેને ખૂબ હેરાન કરતો હતો. રાજદીપે સુરેશને ઘણીવાર સમજાવ્યો હતો, પરંતુ તે ન સમજતાં 8 ઓક્ટોબરના રોજ રાજદીપ તેને સમજાવવા સુરેશના ઘરે ગયો હતો. સુરેશ કોઈ વાત માનવા તૈયાર ન થતાં રાજદીપને ગુસ્સો આવ્યો અને તેણે ગળું દબાવીને સુરેશની હત્યા કરી નાખી.
હત્યા બાદ રાજદીપે લાશનો નિકાલ કરવા ભયાનક પ્લાન બનાવ્યો હતો. રાજદીપે પહેલા લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં સફળતા ન મળી. તેણે લાશને ધાબળામાં વીંટાળીને અને ગાંઠડી બાંધી હતી. લાશને સુરેશના જ બાઇક પર પાછળ મૂકીને તે રાજુલાથી ખાંભા જતા રસ્તા પર આગળ વધ્યો હતો અને ચતુરીથી પીપળવા જવાના માર્ગ પર લાશને ફેંકી દીધી હતી, સુરેશનો મોબાઇલ પોતાની પાસે રાખી લીધો હતો. 24 દિવસ બાદ મોબાઇલ ચાલુ કર્યા બાદ પોલીસની ઝપટે ચડ્યો હતો. આ કેસમાં હવે આરોપીની પોલીસે ધકપકડ કરી લીધી છે.
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16