અમરેલીઃ રાજ્યમાંથી વધુ એક લાંચિયો એસસીબીના છટકામાં સપડાયો હતો. જાફરાબાદની મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રીને અમરેલી એસીબીએ જમીનના ખાતા અલગ અલગ કરવાના કામ માટે રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચનુ આ છટકુ અમરેલી એસીબી દ્વારા ગોઠવવામા આવ્યુ હતુ.
ફરિયાદી ખેડૂતે જમીનનુ એકત્રિકરણ કરીને જમીનના ખાતાઓ અલગ અલગ કરવા માટે મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી પ્રવિણ કેશુભાઇ માયડાનો સંપર્ક કર્યો હતો. જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા માટે પ્રવિણ માયડાએ રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો. જેને પગલે અમરેલીના ઇન્ચાર્જ એસીબી પીઆઇ આર.ડી.સગર દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ.
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાડા ચાર રસ્તા ખાતે આવી આ રકમ આપવાનો વાયદો હતો. રેવન્યુ મંત્રીએ છટકાના સ્થળે જ લાંચ અંગે વાતચીત કરીને રૂપિયા 10 હજારની લાંચ રોકડમાં લેતા એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
લાંચની માંગણીની રકમ : રૂ.10,000/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.10,000/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.10,000/-
ટ્રેપીંગ અધિકારીઃ આર. ડી. સગર,
I/c પો.ઇન્સ., અમરેલી એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારીઃ એસ. એન. બારોટ,
I/c મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
સુરતમાં 36 વર્ષના નાયબ મામલતદાર હિનીશા પટેલની આત્મહત્યા, તેમના પતિ પણ છે નાયબ મામલતદાર | 2026-01-12 16:25:33