Mon,09 December 2024,1:02 pm
Print
header

Amreli: જાફરાબાદમાં સિંહણે બાળકીને માતાની નજર સમક્ષ ફાડી ખાધી- Gujarat Post

અમરેલી જિલ્લામાંથી અવાર નવાર સિંહોના વાયરલ વીડિયો સામે આવતા રહે છે

જંગલ વિસ્તારમાંથી શિકાર અને પાણીની શોધમાં સિંહો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે

Amreli News: અમરેલીમાં સિંહ-દીપડાની વસતિ મોટા પ્રમાણમાં છે અને અવાર નવાર વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો. સિંહણ બાળકીને લઇને દૂર ભાગી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં બાળકીના અવશેષો મળી આવ્યાં હતા, આ ઘટનાને પગલે ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

ખાલસા કંથારીયા ગામની મહિલા પોતાની 7 વર્ષની પુત્રી સાથે વાડીથી પરત ફરી રહી હતી. દરમિયાન અચાનક સિંહણે બાળકી પર હુમલો કરી માતાની નજર સામે બાળકીને ખેતરમાં ખેંચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી, ગ્રામજનો, વન વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન બાળકીના પગ મળી આવ્યાં હતા.

બીજી તરફ નવા વર્ષના દિવસે અમરેલીમાં એક જ પરિવારના ચાર બાળકો કારમાં બેસીને રમતાં હતાં. દરમિયાન કારનો દરવાજો લોક થઈ જતાં ગૂંગળાઈ જવાથી ચારેય બાળકોનાં મોત થયા હતા, જેમાં 2 દીકરીઓ અને 2 દીકરાઓનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાને લઈને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમ અમરેલીમાં નવા વર્ષની શરૂઆતમાં બે ઘટનાઓથી લોકોમાં શોકનો માહોલ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch