Tue,23 April 2024,1:17 pm
Print
header

અમરેલી ભાજપમાં ભડકો, આ દિગ્ગજ નેતા જોડાશે આપમાં

ફાઈલ ફોટો

અમરેલીઃ આગામી વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી છે. ભાજપ-કોંગ્રેસથી નારાજ નેતાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. જેમાં અમરેલી ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના જાણીતા નેતા શરદ લાખાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાવાની કરેલી જાહેરાત બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ અંગે શરદ લાખાણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આવતીકાલે તા. 31-8-2021, મંગળવારે બપોરે 2 કલાકે સર્કિટ હાઉસ અમરેલી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન મહેશ સવાણી તથા અગ્રણીઓની હાજરીમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાઈશ. તેમની આ પોસ્ટ બાદ પ્રદેશ ભાજપ નેતાઓ દોડતા થઈ ગયા છે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે.

થોડા સમય પહેલા તેમણે ફેસબુક પર લખ્યું હતું કે ખેડૂતો માટે પહેલા બળદ પછી ટ્રેક્ટર ને હવે સનેડો ત્રીજા ભાઇ તરીકેનું સ્થાન લઈ રહ્યો છે સરકારે ખેડૂતો માટે કંઇ કર્યું નથી. તેમને દિલ્હીમાં ખેડૂતોના આંદોલનની વાત કરીને સરકારની નીતિઓની ઝાટકણી કાઢી છે. નોંધનિય છે કે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને પૂર્વ મંત્રી દિલીપ સાંઘાણીના વિસ્તાર અમરેલીમાં કાર્યકર્તાઓ હવે આપમાં જઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch