Thu,25 April 2024,7:04 pm
Print
header

આ શહેરમાં આજે રાત્રે 8 વાગ્યાથી લાગશે Curfew, કલેક્ટરે ટ્વીટ કરીને આપી માહિતી

અમરાવતીઃ મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી, અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી છે. દરમિયાન અમરાવતીના કલેક્ટરે કર્ફ્યૂ લાદવાની  જાહેરાત કરી દીધી છે.

અમરાવતીમાં આવેલી હોટલ અને રેસ્ટોરંટ માત્ર પાર્સલ જ વેચી શકશે. કલેક્ટર શૈલેષ નવલે કહ્યું અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અચલપુર મ્યુનિસિપલ કાઉન્સિલ લિમિટમાં આજે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખવામાં આવશે. જે આગળ 1 માર્ચ સુધી રહેશે, જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.

લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે. ઓફિસોમાં પણ માત્ર 15 ટકા સ્ટાફને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે જ શાળા-કોલેજો બંધ રહેશે. જો કે આ દરમિયાન ઇમજન્સી સેવાઓ જ ચાલુ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch