Fri,19 April 2024,11:28 pm
Print
header

2 રુપિયાને કારણે ક્રિકેટ ટીમમાં જગ્યા ન મેળવી શક્યા અમિતાભ, સંભળાવ્યો કિસ્સો

મુંબઇઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિની 12મી સીઝન લઇને તૈયાર છે. આ શોના કેટલાક એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે અને અમિતાભ અવારનવાર પોતાના ફેન્સ અને પ્રતિયોગીઓની સાથે પોતાના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરે છે. હાલમા જ અમિતાભે પોતાના અંગે એક આવી જ સ્ટોરી સંભળાવી જેમાં ફક્ત બે રૂપિયાની કમીને કારણે સ્કૂલ ક્રિકેટ ટીમમાં સામેલ થવાથી ચૂકી ગયા હતા. 

હૉટસીટ પર બેઠેલા જય કુરુક્ષેત્રે પોતાના વિશે એક કહાની સંભળાવી ત્યાર બાદ અમિતાભે પણ પોતાનો કિસ્સો સંભળાવ્યો. જયે જણાવ્યું કે બાળપણમાં તે પોતાના માટે 7 રૂપિયાના સ્નેક ખરીદવા માંગતા હતા. પરંતુ તેમની મા પાસે માત્ર 5 રૂપિયા હતા. અમિતાભે ત્યાર બાદ કહ્યું કે તેમનાં જીવનમાં પણ એક સમયમાં 2 રૂપિયાનું ઘણું મહત્વ હતું. અમિતાભે કહ્યું કે જ્યારે તેઓ નાના હતા તો સ્કૂલની ક્રિકેટ ટીમમાં સામેલ થવા માંગતા હતા. તેના માટે જરૂરી હતા બે રૂપિયા. અમિતાભે પોતાની માતા તેજી બચ્ચન પાસે બે રૂપિયા માંગ્યા પરંતુ માતા પાસે પૈસા ન હોવાથી તેઓ ક્રિકેટ ટીમમાં સામેલ થઇ શક્યા ન હતા. 

અમિતાભના પિતા રશિયાથી લાવ્યા હતા તેમના માટે કેમેરા

અમિતાભે કહ્યું કે આ ઘટનાએ તેમને એક મહત્વનો પાઠ શિખવાડ્યો. તેમણે કહ્યું કે 2 રૂપિયાનું મુલ્ય શું હોય છે, આજે આપણને યાદ આવે છે. અમિતાભે એમ પણ કહ્યું કે તેઓ ફોટોગ્રાફીના ઘણા શોખીન હતા અને તેમના પિતા હરિવંશ રાય બચ્ચન પોતાની પહેલી રશિયા ટ્રિપથી તેમના માટે એક કેમેરા લઇને આવ્યા હતા. આ તબક્કો હતો જ્યારે અમિતાભ એક્ટર બની ચૂક્યા હતા. પરંતુ તેમના અવસાન પછી પણ અમિતાભે આ કિંમતી કેમેરાને સાચવીને રાખ્યો હતો. તેમણે કહ્યું કે આવી ચીજોની વેલ્યુ હંમેશા રહે છે. 

મહત્વપૂર્ણ છે કે સોમવારથી કોન બનેગા કરોડપતિની 12મી સીઝન શરૂ થઇ ચુકી છે. અમિતાભ બચ્ચને આ શોની બધી સીઝન હોસ્ટ કરી છે ફક્ત ત્રીજી સીઝન સિવાય. આ સીઝનને શાહરૂખ ખાને હોસ્ટ કર્યો હતો. અમિતાભ કોરોનાથી જંગ જીતીને કેબીસી સીઝન 12ની તૈયારીઓમાં લાગી ગયા હતા અને હાલમાં જ એક્ટર ગજરાજ રાવે પણ અમિતાભ બચ્ચનના જુસ્સાની ઘણી પ્રશંસા કરી હતી.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch