Thu,25 April 2024,1:26 pm
Print
header

આજે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની થઇ શકે છે જાહેરાત

ગાંધીનગરઃ વિજય રૂપાણી(Vijay Rupani) એ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યાં પછી ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામને લઇને ચર્ચાઓ થઇ રહી છે. રવિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે. આ બેઠક બાદ ગુજરાતને નવા મુખ્યમંત્રી મળશે. ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

વિજય રૂપાણી રાજ્યપાલ ભવન પહોંચ્યા હતા અને ગવર્નરને પોતાનુ રાજીનામુ આપી દીધું છે. રાજીનામા પછી તેમણે પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે સંગઠન અને વિચારઘારા આધારિત દળ હોવાથી કાર્યકર્તાઓની જવાદારી પણ બદલાતી રહે છે. હવે પાર્ટી તેમને જે પણ જવાબદારી સોંપશે તેને તેઓ સંપૂર્ણ ઉર્જા સાથે નિભાવશે. રૂપાણીએ કહ્યું, અમારી સરકારે પારદર્શિતા, વિકાસ અને સંવેદનશીલતા સાથે કામ કર્યું છે. કોરોનાના સમયમાં, અમારી સરકારે તમામ નાગરિકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

રૂપાણીના રાજીનામા બાદ ભાજપે રવિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.ચર્ચાઓ મુજબ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, પ્રફુલ પટેલના નામો ચર્ચામાં છે. આ સિવાય કોઈ નવું નામ પણ અચાનક સામે આવી શકે છે. ચર્ચાઓ એવી પણ છે કે સંઘમાં જેમનું પ્રભુત્વ હશે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch