Thu,30 March 2023,8:11 am
Print
header

અદાણી મામલે પહેલી વખત ખુલીને બોલ્યાં અમિત શાહ, ભૂલ થઈ હોય તો કોઇને પણ માફ ન કરવા જોઈએ

(file photo)

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અદાણી મુદ્દે પહેલી વખત ખુલીને વાત કરી છે. શાહે કહ્યું કે સીબીઆઈ અને ઇડી જેવી તપાસ એજન્સીઓ નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. શુક્રવારે રાત્રે એક કોન્ક્લેવમાં બોલતા શાહે કહ્યું કે વિપક્ષી નેતાઓના તમામ આરોપો પાયાવિહોણા છે અને જો તેમને તપાસ એજન્સીઓના કામ પર શંકા હોય તો તેઓ તેમને કોર્ટમાં પડકારી શકે છે.

અદાણી ગ્રુપ છેતરપિંડી કેસમાં તપાસ અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશો સાથે બે સભ્યોની સમિતિની રચના કરી છે. જો કોઈ ભૂલ થઈ હોય, તો કોઈને પણ છોડવા જોઇએ નહીં, દરેકને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ હોવો જોઈએ. તેમણે કહ્યું કે લોકોએ પાયાવિહોણા આક્ષેપો ન કરવા જોઈએ કારણ કે તેઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી.

રાહુલે કહ્યું કે મોદી-અદાણીએ દેશ બરબાદ કરી નાખ્યો 

કોંગ્રેસ મોદીને અદાણી મુદ્દે ઘેરી રહી છે

કોન્કલેવમાં બોલતા શાહે કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના 10 વર્ષના શાસન દરમિયાન 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો લાગ્યા હતા,ગૃહમંત્રીએ કહ્યું કે આ નેતાઓને કોર્ટમાં જતા કોણ રોકી રહ્યું છે ? તેમના પક્ષમાં સારા વકીલો છે. તેઓ અદાણી સામે કોર્ટમાં જઇ શકે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch