Tue,23 April 2024,11:59 am
Print
header

જાણો, હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશતો રોકવા અમિત શાહ અને આનંદીબેન પટેલના સમર્થકોએ શું કર્યું ? Gujarat Post

(ફાઇલ તસવીર)

અમદાવાદઃ હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયા બાદ તે કેસરિયો ધારણ કરશે તેવી અટકળો થઈ રહી છે.જો કે હાર્દિકે કહ્યું છે કે હાલ તે ભાજપમાં જોડાવાનો નથી. પરંતુ હાર્દિક ગમે તે ઘડીએ ભાજપમાં પ્રવેશ કરે તેવા સમાચારોને પગલે અમિત શાહ  અને આનંદીબેન જૂથ દ્રારા સોશિયલ મીડિયામાં વોર છેડાયું છે.છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસમાંથી બે ડઝન જેટલા ધારાસભ્યો આગેવાનો ભાજપમાં જોડાયા છે.તેમાંથી અડધાથી વધુએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને છે અને કેટલાક મંત્રીપદ સુધી પહોંચ્યાં છે. હવે હાર્દિક પણ લાલચમાં ભાજપમાં જઇ શકે છે. જો કે તેને રોકવા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

હાર્દિકે કોંગ્રેસ છોડ્યા બાદ સોશિયલ મીડિયામાં તેના કેટલાક જૂના વીડિયો વાયરલ થયા છે. જેમાં અમિત શાહની સામે ખુલ્લેઆમ અપશબ્દોથી પ્રહાર કરાયા હતા. 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ કરવા હાર્દિક પટેલને રાજ્યભરના કડવા–લેઉવા પાટીદાર સમાજમાંથી સમર્થન મળ્યું હતુ,બાદમાં સરકારને બિન અનામત વર્ગના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ જાહેર કરવાની ફરજ પડી હતી, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ખુરશી આ આંદોલનને કારણે જ ગઇ હતી. ત્યારે હવે ભાજપને ગાળો આપનારો હાર્દિક પટેલ ભાજપમાં ન આવે તે માટે શાહ અને આનંદીબેન જૂથે તેના વિવિધ વીડિયો વાયરલ કર્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપમાં અનેક એવા નેતાઓ છે જેઓ હાર્દિકનો વિરોધ કરી રહ્યાં છે અને હાર્દિક ભાજપમાં આવશે તો તેમને પણ મોટું રાજકીય નુકસાન સહન કરવું પડે તેમ છે.

કોંગ્રેસ છોડ્યા પછી એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂંમાં હાર્દિકે કહ્યું, મારી કિતાબ ખુલ્લી છે.હું જ્યારે PM કે ગૃહમંત્રીને મળીશ ત્યારે જાહેરમાં વાત કહીશ, મે કેસરિયો ધારણ કરવાનુ હજુ વિચાર્યું નથી. હું જે પક્ષમાં જોડાઈશ તે લોકોને કહીને જોડાઈશ અને ગર્વથી કહીશ કે કેમ અહીં જોડાયો છું. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch