Mon,13 April 2026,1:28 pm
Print
header

અમિત શાહે મમતા સરકાર વિરુદ્ધ ચાર્જશીટ જાહેર કરી: TMCના શાસનને અરાજકતા અને ભ્રષ્ટાચારનો યુગ ગણાવ્યો

  • Published By
  • 2026-03-28 14:35:21
  • /
  • બંગાળની ચૂંટણી સત્તા માટે નહીં, આત્મા બચાવવા માટે છેઃ શાહ
  • અમિત શાહે કહ્યું- વિક્ટિમ કાર્ડ રમવાનું બંધ કરો, જનતા હિસાબ માંગશે
  • ઘૂસણખોરી રોકવા બંગાળમાં સત્તા પરિવર્તન જરૂરી: ગૃહમંત્રી અમિત શાહ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા મમતા સરકાર સામે મોરચો ખોલી દીધો છે. આ કડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ચાર્જશીટ જાહેર કરી. આ ચાર્જશીટ દ્વારા શાહે તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનને 'અરાજકતા અને ભ્રષ્ટાચારનો યુગ' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તન માટે નથી, પરંતુ બંગાળના આત્માને બચાવવા અને તેને ભયમુક્ત બનાવવાની ચૂંટણી છે.

ચૂંટણી સભાને સંબોધતા અમિત શાહે ઘૂસણખોરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર દેશની સુરક્ષા બંગાળના ચૂંટણી પરિણામો સાથે અતૂટ રીતે જોડાયેલી છે. આજે દેશમાં ઘૂસણખોરો માટે પ્રવેશનો માત્ર એક જ મુખ્ય રસ્તો બચ્યો છે, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ થઈ રહી છે. જો બંગાળને ઘૂસણખોરીથી મુક્ત કરવું હોય તો અહીં સત્તા પરિવર્તન અનિવાર્ય છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા સરકારે વોટ બેંકની રાજનીતિ માટે સરહદી વિસ્તારોમાં વસ્તીના માળખા (ડેમોગ્રાફી) સાથે છેડછાડ થવા દીધી છે.

મમતા બેનર્જી પર કટાક્ષ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, મમતા બેનર્જીએ હંમેશા 'વિક્ટિમ કાર્ડ'ની રાજનીતિ રમી છે. ક્યારેક તેમનો પગ તૂટી જાય છે, ક્યારેક માથા પર પટ્ટી બંધાઈ જાય છે, ક્યારેક તેઓ બીમાર પડી જાય છે તો ક્યારેક તેઓ ચૂંટણી પંચ સામે ઉભા રહીને લાચારીનું નાટક કરે છે અને ચૂંટણી પંચને ગાળો આપે છે. પરંતુ હું તેમને કહેવા આવ્યો છું કે બંગાળની જનતા હવે આ વિક્ટિમ કાર્ડની રાજનીતિને સારી રીતે સમજી ગઈ છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ ચાર્જશીટ'માં TMC શાસન દરમિયાન થયેલા કથિત કૌભાંડો, રાજકીય હિંસા અને મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓનો વિગતવાર ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. અમિત શાહે ઉમેર્યું, આ ચાર્જશીટ માત્ર ભાજપની નથી, પરંતુ બંગાળની પીડિત જનતાનો અવાજ છે. 2011થી ભાજપ આ અરાજકતા સામે સંઘર્ષ કરી રહ્યું છે અને હવે સમય આવી ગયો છે કે જનતા તેનો હિસાબ લે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch