Tue,17 June 2025,9:24 am
Print
header

અમિત ખૂંટ હત્યા કેસઃ મોડલે રાજકોટના ડી.સી.પી. સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી- Gujarat Post

  • Published By Panna patel
  • 2025-06-11 09:11:42
  • /

ડીસીપી જગદીશ બાંગરવાએ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં

રાજકોટઃ અમિત ખૂંટ હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. મોડલે રાજકોટના ડીસીપી સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે. હાલ ગોંડલ સબજેલમાં રહેલી મોડલે રાજકોટની કોર્ટમાં રાજકોટના ઝોન-2ના ડીસીપી જગદીશ બાંગરવા, એ-ડિવીઝનના પીઆઈ, એલસીબીના 15 જેટલા અધિકારીઓ અને 2 મહિલા પીએસઆઈ વિરૂધ્ધ આક્ષેપો કરતી ફરિયાદ કરી છે.

મોડેલે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ગઈ તા.3 મેનાં રોજ તેની મિત્ર દ્વારા અમિત ખૂંટ સામે દૂષ્કર્મ અને પોકસોની કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. બે દિવસ બાદ મેડિકલ રિપોર્ટ કરાવવા માટે એ-ડિવીઝનના પીઆઈએ તેની મિત્રને બોલાવ્યા બાદ બંનેને ડીસીપી પાસે લઈ ગયા હતા.ડીસીપીએ એવી ધમકી આપી હતી કે તમે બંનેએ કરેલા કાંડને કારણે જ અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી, તમે બંને આમાં ફસાઈ જવાના છો, તમને એવા ફીટ કરવા છે કે આખી જિંદગી બહાર નીકળી નહીં શકો.

ઉપરાંત ડીસીપી ઓફિસે સાંજ સુધી બંનેને બેસાડી રાખવામાં આવ્યાં હતા. ત્યાર પછી એ-ડિવીઝન પોલીસ મથકે અને ત્યાંથી હાલ જ્યાં રહે છે તે હોટલ ખાતે લઈ જઈને ત્યાંના રૂમમાં સવાર સુધી બંધક બનાવી રાખ્યાનો આરોપ પણ મોડલે કર્યો હતો. ફરિયાદમાં સીપી ઓફિસ, એ-ડિવીઝન પોલીસ મથક અને હાલ જ્યાં રહે છે તે હોટલના સીસીટીવી ફૂટેજ કબ્જે કરવાની અને આ કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ પાસેથી કરાવવાની માંગણી કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch