Wed,15 July 2026,12:55 am
Print
header

ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત

  • Published By
  • 2026-06-05 18:36:57
  • /
  • સાસણ ગીરથી વેકેશન માણી પરત ફરતી વખતે કાર ઝાડ સાથે અથડાઇ
  • રાજકોટના માધાપર ચોકડી વિસ્તારના યુવક-યુવતીઓને નડ્યો અકસ્માત

રાજકોટ: ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાસણ ગીરથી રજાઓ માણીને કાર મારફતે રાજકોટ પરત ફરી રહેલા મિત્રોની કારને નડેલા અકસ્માતમાં યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવતી બીજું કોઈ નહીં, પરંતુ ભૂતકાળમાં ભારે ચર્ચામાં આવેલા અમિત ખૂંટ આપઘાત કેસની મુખ્ય કડી પૂજા રાજગોર હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ગોંડલના રિબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં જેનું નામ જોરશોરથી ચર્ચામાં આવ્યું હતું તે પૂજા રાજગોર, અન્ય એક યુવતી અને ત્રણ યુવકો (કુલ 5 વ્યક્તિઓ) કારમાં સાસણગીર ફરવા ગયા હતા. 5 મી જૂને શુક્રવારના રોજ બપોરના સમયે તેઓ સાસણથી વેકેશન માણીને રાજકોટ પરત ફરી રહ્યાં હતા. ત્યારે આ અકસ્માત થયો હતો.

ગોંડલ નજીક શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચેથી પસાર થતી વખતે કારના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી કાર રોડ કિનારે આવેલા લીમડાના ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતક પૂજા રાજગોરના મૃતદેહને કબ્જે લઈ 108 એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. 

જ્યારે અન્ય ચારેય ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તેમજ મૃતક અને ઇજાગ્રસ્તોના પરિવારજનોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch