અમેરિકા: મિશિગનના ટ્રેવર્સ સિટીમાં વોલમાર્ટ સ્ટોરમાં 11 લોકો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુમલામાં 11 લોકો ઘાયલ થયા છે.
મુન્સન હેલ્થકેર હોસ્પિટલે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે ઉત્તરી મિશિગનની તેમની હોસ્પિટલમાં તમામ 11 ઘાયલોની સારવાર ચાલી રહી છે, બધાને છરીના ઘા વાગ્યા છે. 6 ઘાયલોની હાલત નાજુક છે. જ્યારે 5 ની હાલત ગંભીર છે.
શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો
મિશિગન સ્ટેટ પોલીસે જણાવ્યું કે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિ મિશિગનનો હોવાની શક્યતા છે, પરંતુ તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનાની તપાસ ચાલુ છે અને અધિકારીઓ હુમલા પાછળનો હેતુ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમરે પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
વોલમાર્ટે નિવેદન બહાર પાડ્યું
વોલમાર્ટે આ ઘટના પર એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તપાસમાં કાયદા અમલીકરણ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે. આ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. અમારી સંવેદનાઓ ઘાયલો સાથે છે અને અમે બચાવ કાર્યકરોના તેમના ઝડપી પગલાં માટે આભારી છીએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
લંડનના હેરોની ચૂંટણીમાં મૂળ ગુજરાતના ડાકોરના રંગદત્ત જોષીનો દબદબો, મંદિરોના મહંતોએ વોટ આપવા કરી અપીલ | 2026-05-05 20:11:09
વીડિયો, ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 21 લોકોનાં મોત, 61 ઘાયલ | 2026-05-05 08:55:11
હાથમાં બંદૂક, આંખો પર કાળા ચશ્મા... ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, આ લોકોને સમજૂતી કરતા નથી આવડતું | 2026-04-29 17:26:54
ના વાતચીત, ના સમજૂતીઃ હિઝબુલ્લાહના નવા વડાએ ઈઝરાયેલ સામે મૂકી 5 શરતો | 2026-04-27 16:36:07
હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ, સુરક્ષા એજન્સી ટ્રમ્પને લઇને ભાગી રહી હતી ત્યારે જ ટ્રમ્પ નીચે પડી ગયા | 2026-04-26 08:55:20
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16