Sat,13 June 2026,3:00 pm
Print
header

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, IRGC એ ઘડ્યું હતું કાવતરું

  • Published By Panna Patel
  • 2026-05-23 09:00:48
  • /

વોંશિગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા તાલીમ પામેલા એક ખતરનાક આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. 

ધ પોસ્ટ અખબાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકવાદી તેના માર્ગદર્શક અને ઈરાની લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતો હતો, જે છ વર્ષ પહેલાં યુએસ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. 

સુરક્ષા એજન્સીઓએ ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી રહેલા એક આતંકવાદીને પકડી પાડ્યો છે. તેની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે. તે ઇરાકી નાગરિક હોવાનું કહેવાય છે.

છ વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ બગદાદમાં મોટા ઓપરેશનમાં ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. અલ-સાદી આ હુમલાનો બદલો લેવા માંગતો હતો.

આરોપી અલ-સાદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર ખાસ કરીને તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તપાસ દરમિયાન, સુરક્ષા દળોએ અલ-સાદી પાસેથી ફ્લોરિડામાં ઇવાન્કા ટ્રમ્પના વૈભવી ઘરના સંપૂર્ણ બ્લુપ્રિન્ટ્સ પણ મેળવ્યાં હતા. તે લાંબા સમયથી તેના ઘરની રેકી કરી રહ્યો હતો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch