ન્યૂયોર્ક: અમેરિકાના સાન ડિએગો શહેર નજીક પેસિફિક મહાસાગરમાં સ્થળાંતર કરનારાઓને લઈ જતી હોડી પલટી જતાં ત્રણ લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 2 ભારતીય બાળકો સહિત 7 લોકો ગુમ થયા છે. કેલિફોર્નિયાના સાન ડિએગો શહેરથી લગભગ 24 કિલોમીટર ઉત્તરમાં આવેલા ટોરી પાઈન્સ સ્ટેટ બીચ નજીક 16 લોકોને લઈ જતી એક બોટ પલટી હતી.
ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે
યુએસ કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે, સાન ડિએગો વિસ્તારમાં કોસ્ટ ગાર્ડ ટીમોને સવારે 6:30 વાગ્યે એક બોટ પલટી જવાની જાણ થઇ હતી. 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા, 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બચાવેલા લોકોની પૂછપરછ કર્યા પછી એવો અંદાજ છે કે લગભગ હજુ 7 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે હેલિકોપ્ટર, સેક્રામેન્ટો સી-27 સ્પાર્ટન વિમાન અને અન્ય સંસાધનોની મદદ લેવા સૂચના આપવામાં આવી છે.
ભારતીય પરિવાર પ્રભાવિત
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે કેલિફોર્નિયાના સાન ડિએગોમાં ટોરી પાઈન્સ સ્ટેટ બીચ નજીક બોટ પલટી જવાની ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. આ ઘટનાનો ભોગ એક ભારતીય પરિવાર પણ બન્યો છે. દંપત્તિને સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલ લા જોલામાં દાખલ કરવામાં આવ્યું છે અને તેમના બે બાળકો ગુમ છે. અધિકારીઓ સાથે વાતચીત કરી રંહ્યા છે અને પીડિત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યું છે. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો સાથે છે.
આ કેસ માનવ તસ્કરી સાથે સંબંધિત હોઈ શકે છે
કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે આ શંકાસ્પદ માનવ તસ્કરીની ઘટના હોઈ શકે છે. ઘટનામાં ઘાયલ થયેલા ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કેટલાક ઘાયલોને નાની ઇજાઓ થઈ છે જ્યારે અન્યને ગંભીર ઇજાઓ થઈ છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
દક્ષિણ આફ્રિકાના સોલ્સવિલેમાં બારમાં ગોળીબાર, 3 બાળકો સહિત 11 લોકોના મોત | 2025-12-07 10:12:58
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ભારતની મુલાકાતે, પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરશે | 2025-12-04 09:29:30
કેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં 4 લોકોનાં મોત, 7 ઘાયલ | 2025-11-30 10:35:22
દિતવાહ વાવાઝોડાનો કહેર, થાઈલેન્ડ-ઈન્ડોનેશિયા-શ્રીલંકામાં 300થી વધુ લોકોના મોત | 2025-11-29 10:44:49
હોંગકોંગમાં બિલ્ડીંગોમાં ભીષણ આગ, 44 લોકોના મોત અને 279 ગુમ થયા બાદ ત્રણની ધરપકડ | 2025-11-27 09:57:51
લાઇવ CCTV ફૂટેજ આવ્યાં સામે, ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત | 2025-12-07 09:17:39
ACB એ DGVCL ના બે કર્મચારીઓને 70 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા | 2025-12-03 21:24:20