Thu,25 April 2024,7:00 am
Print
header

US માં કોરોનાના 1 લાખ કેસ, 1704 મોત, સરકાર યુવાનોને 1200 ડોલર-બાળકોને 500 ડોલર આપશે

કરોડો ડોલરનું રાહત પેકેજ જાહેર 

વોશિંગ્ટનઃ ચીનનું સ્થાન હવે અમેરિકા લઇ રહ્યું છે, અહી કોરોના વાઇરસને કારણે 1704 લોકોનાં મોત થઇ ગયા છે, 1 લાખ કરતા વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે, માત્ર ન્યૂયોર્કમાં જ 40 હજાર લોકો કોરોનાગ્રસ્ત થયા છે, મહાસત્તા અમેરિકામાં ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે, ભયંકર મંદીના એંધાણ દેખાઇ રહ્યાં છે, લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, ત્યારે આ સ્થિતીમાં ટ્રમ્પ સરકારે 2 ટ્રીલીયન ડોલર એટલે કે 150 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. 

કોરોના વાઇરસની મહામારીના સમયે મંદી સામે લડવા અને લોકોને મદદ કરવા આ પેકેજ જાહેર કરાયું છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર યુવાનોને એક વખત 1200 ડોલર અને બાળકોને 500 ડોલર આપશે, જે રકમ તેમના બેંક ખાતાઓમાં જમા થશે, જેનો ઉપયોગ તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કરશે, લોકડાઉનની સ્થિતીમાં આ પેકેજની જાહેરાત કરાઇ છે.

અમેરિકા અન્ય કોરોનાગ્રસ્ત દેશોને પણ આર્થિક મદદ કરશે, ભારત સહિતના 64 દેશોને મદદ કરાશે, ભારતને 2.9 મિલિયન ડોલરની મદદ મળશે, જેનો ઉપયોગ કોરોનાની વેક્સીન બનાવવા પાછળ, મેડિકલ ઇક્વીપમેન્ટ વધારવા અને આરોગ્યની સેવાઓ મજબૂત કરવા કરાશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch