Sat,14 March 2026,1:26 am
Print
header

અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત

  • Published By panna patel
  • 2026-02-17 11:27:09
  • /

અમેરિકાઃ રોડ આઇલેન્ડના પાવટકેટમાં એક એરેનામાં ગોળીબાર થયો હતો. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિ સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગોળીબારના અહેવાલો મળતાં જ અધિકારીઓએ ડેનિસ એમ. લિંચ એરેનામાં કાર્યવાહી કરી હતી. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યાં અનુસાર હુમલાખોરે પોતાને પણ ગોળી મારી મારતા તેનું મોત થયું છે.

અમેરિકામાં ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત

હોકી ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યાં હતા. પ્રારંભિક તપાસમાં ગોળીબાર કરનાર વ્યક્તિએ પોતાના પરિવારના સભ્યોને નિશાન બનાવ્યાં હશે. આ ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનામાં ઘાયલ થયેલા ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેદાનની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રોડ આઇલેન્ડના ગવર્નર ડેન મેક્કીએ X પર લખ્યું, રોડ આઇલેન્ડ સ્ટેટ પોલીસ સ્થાનિક કાયદા અમલીકરણ સાથે કામ કરી રહી છે. હું પાવટકેટ અને તેમાં સામેલ બધા માટે પ્રાર્થના કરું છું.

ડિસેમ્બર 2025 માં, બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. જાહેર સ્થળોએ ગમે ત્યારે થઇ રહેલા આવા હુમલાઓ દેશની જનતા માટે ખતરનાક બની રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch