અંબાજીઃ મા અંબાના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.હોળીના પર્વને લઈ દર્શન માટે ભક્તો આવી રહ્યાં છે, ત્યારે ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાની માંગ કરાઇ છે. વર્ષો જૂની પરંપરા મુજબ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ હતી.મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ થયા છે. છેલ્લા બે દિવસથી આ નિર્ણય કરાતા ફક્ત બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવા માંગ કરી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.જણાવાયું છે કે,અંબાજી શક્તિપીઠ કરોડો હિંદુઓનો આસ્થાનો આધારસ્તંભ છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલવાનું કારણ જે આપવામાં આવે છે કે ચિક્કી લાંબો સમય ચાલે અને મોહનથાળ લાંબો સમય ન ચાલે, તે યોગ્ય લાગતું નથી, આટલા વર્ષોથી મોહનથાળને કંઈ થયું નથી,તો હવે કેમ બગડી જાય, જો મોહનથાળનો પ્રાસદ ફરી શરૂ કરવામાં વિલંબ થશે તો વિશ્વ હિન્દુ પરિષદ આંદોલન કરશે.
મોહનથાળનો મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં છે.કલેક્ટરથી લઇને વડાપ્રધાન સુધી આ મુદ્દો પહોંચ્યો છે.
મોહનથાળનો પ્રસાદ તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવે તેમ લોકો સોશિયલ મીડિયામાં લખી રહ્યાં છે.ગુજરાતના દરેક શક્તિપીઠો અને યાત્રાધામોમાં પ્રસાદ જૂની પરંપરા મુજબ મળી રહ્યો છે, તો અંબાજી મંદિરમાં જ કેમ મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે ? તે સૌથી મોટો સવાલ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ- Gujarat Post | 2023-03-28 11:53:36
પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ | 2023-03-26 17:38:53
અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું | 2023-03-21 07:03:48
હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક | 2023-03-20 18:36:28