Thu,25 April 2024,7:24 am
Print
header

અંબાજી મોહનથાળ પ્રસાદ મુદ્દો બન્યો ઉગ્ર, વિશ્વ હિન્દુ પરિષદ આવ્યું મેદાનમાં- Gujarat Post

અંબાજી પ્રસાદનો વિવાદ વકરી રહ્યો છે

બનાસકાંઠાઃ શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદના બદલે ચિક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ શાંત પડવાનો નામ લઈ રહ્યો નથી. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજી મંદિર પરિષરમાં ધરણા કરવામાં આવી રહ્યાં છે. રવિવારે રાજ્યોના અનેક મંદિરોએ સ્તુતિ કરીને મોહનથાળનો પ્રસાદ વહેંચવાનું નક્કિ કર્યું છે. સાધુ-સંતો તથા ભક્તોને પણ ધરણામાં જોડાવા માટે આહ્વવાન કરવામાં આવ્યું છે. આ સાથે અંબાજીના બજારોમાં આવેલી દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

શુક્રવારે વિધાનસભામાં પણ અંબાજી મોહનથાળ પ્રસાદનો મુદ્દો ઉઠ્યો હતો. અંબાજી ભાજપના ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસથી માતાજીના રાજભોગ અને મોહનથાળ માટે અમે લડત ચલાવી રહ્યાં છીએ. મને એમ હતું કે, અધિકારી કે પદાધિકારીની કોઈ સૂચના આવશે,પરંતુ કોઈ પદાધિકારીએ કે કોઈ મંત્રીએ અમારો સંપર્ક કર્યો નથી ભારતીય જનતા પાર્ટીના આ વલણથી હું ખુબજ દુઃખી છું અને મારું પદ છોડી રહ્યો છું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch