Sat,20 April 2024,1:46 pm
Print
header

મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા અંબાજીમાં લાગ્યા પોસ્ટર્સ, ચીક્કીનો પ્રસાદ બંધ કરવાની માંગ- Gujarat Post

અંબાજીઃ છેલ્લા કેટલાક દિવસોથી અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હવે અંબાજીમાં 'ચીક્કી નાબૂદ કરો અને મોહનથાળ ચાલુ કરો'ના પોસ્ટર્સ લાગ્યા છે. યાત્રાધામ અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ, જુના નાકા, ગબ્બર સર્કલ, શક્તિદ્વાર પર આ પોસ્ટર્સ લાગ્યા છે. તમામ યાત્રિકોને ચીક્કી લેવાનું ટાળો અને મોહનથાળ પ્રસાદની માગણી કરો તેવી અપીલ કરાઇ છે.

અંબાજીમાં પ્રસાદના વિવાદનો મુદ્દો ધારાસભ્ય પ્રવિણ માણી કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં ઉઠાવશે. પ્રવીણ માળીએ કહ્યું કે લોકોની લાગણી અને માંગણી વિવિધ માધ્યમોથી વ્યક્ત થઇ રહી છે. અમે આ મામલે કલેક્ટર સાથે ચર્ચા કરીશું.

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા કૉંગ્રેસ આક્રમક બની છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોએ કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા.ચીક્કી બંધ કરીને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ કરી છે. મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch