Wed,24 April 2024,1:01 pm
Print
header

પંજાબ કોંગ્રેસ વિવાદ: જાણો, કેપ્ટન અમરિંદર સિંહે શું કરી મોટી જાહેરાત

ભાજપ સાથે ગઠબંધન કરીને લડશે ચૂંટણી 

ચંડીગઢઃ પંજાબથી સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. અમરિંદર સિંહે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરીને આપી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં જ તેમની પાર્ટી બનાવશે. કેપ્ટને ખેડૂત આંદોલન પૂર્ણ કરવાની શરત પર આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવાની પણ વાત કરી છે.

રવીન ઠુકરાલે ટ્વીટ કર્યું, "પંજાબના ભવિષ્ય માટે લડાઈ ચાલુ છે.એક વર્ષથી વધુ સમયથી પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા અમારા ખેડૂતો પંજાબ અને ત્યાંના લોકોના હિતોની સેવા માટે ટૂંક સમયમાં અમારી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરીશુું.

અન્ય એક ટ્વિટમાં કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, "જો ખેડૂતોનું આંદોલન ખેડૂતોના હિતમાં ઉકેલાય તો 2022 પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે બેઠકોની શેરિંગ અંગે અપેક્ષા છે. કોંગ્રેસ સાથે વિવાદ બાદ કેપ્ટનનું સીએમ પદ ગયું હતુ બાદમાં તેઓ ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓને મળ્યાં હતા અને પંજાબને લઇને અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch