Thu,18 April 2024,6:17 am
Print
header

દેથાણ સામૂહિક દૂષ્કર્મ-હત્યા કેસમાં રાજનીતિ, અલ્પેશ ઠાકોરે ભાજપના ધારાસભ્ય પર લગાવ્યાં આરોપ

વડોદરાઃ પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ કરીને ગળે ટુંપો દઈને તેની હત્યા કરી દેવામાં આવી છે આ કેસમાં પોલીસ કાર્યવાહી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા, આ કેસમાં હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. પીડિત પરિવારજનોને ન્યાય અપાવવાનની રેસમાં ભાજપના બે નેતાઓ આમને સામે આવી ગયા છે. વડોદરાના કરજણના દેથાણ ગામમાં સામૂહિક દૂષ્કર્મ બાદ હત્યાને લઈને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ભાજપના જ ધારાસભ્ય અક્ષય પટેલ પર ગંભીર આરોપ લગાવી દીધા છે.

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વોટની રાજનીતિ કરતા હોવાનો અને મૃતકના ઘરેથી 5 કિલોમીટર દૂર ઓફિસ હોવા છતા તેઓ પરિવારને સાંત્વના આપવા ન ગયા હોવાનો આરોપ અલ્પેશ ઠાકોરે લગાવ્યો છે. કહ્યું છે કે જો આ કેસમાં ભાજપ સરકાર આગળ નહીં આવે તો માનીશું કે સરકાર પણ સંવેદનશીલ નથી.

અલ્પેશ ઠાકોરના આરોપ બાદ અક્ષય પટેલે કહ્યું કે અમે તાત્કાલિક પોલીસ સાથે ચર્ચા કરી હતી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડ્યા છે. અલ્પેશ ઠાકોર કોઈના કહેવાથી આવા નિવેદન આપતા હોવાનું અક્ષય પટેલે કહ્યું  છે. તેમને કહ્યું કે આ ઘટના બની ત્યારથી જ પરિવારના સંપર્કમાં છું, પોસ્ટમોર્ટમ વખતે પણ કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. એટલું જ નહીં અમે સ્થાનિક પોલીસ સાથે સંપર્કમાં હતા. એક જ દિવસમાં આરોપીઓ પકડી લેવામાં આવ્યાં હતા. સમય મળશે તો આવીશ એવું મેં કહ્યું જ નથી જો કહ્યું હોય તો અલ્પેશ ઠાકોર સાબિત કરી બતાવે, ત્યારે ભાજપમાં સાઇડલાઇન થયેલા અલ્પેશ ઠાકોર હવે સમાજના નામે કોઇ મુદ્દો શોધી રહ્યાં છે જો કે હવે તેમનો સમાજ પણ આવા પક્ષપલટુઓને ઓળખી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch