Tue,23 April 2024,5:53 pm
Print
header

રાજનીતિના રંગ, થોડા દિવસ પહેલા કાનાણીને નામર્દ કહ્યાં, હવે અલ્પેશે કાનાણીના લીધા આર્શીવાદ

રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 32 ટકા મતદાન

 

સુરતમાં કુમાર કાનાણી અને અલ્પેશ કથીરિયા આવી ગયા સામ સામે

પગે પડીને અલ્પેશ કથિરીયાએ લીધા કુમાર કાનાણીના આશીર્વાદ 

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટો પર હાલ વોટિંગ થઈ રહ્યું છે. દરમિયાન સુરતમાં રાજકારણનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સુરતની વરાછા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયા આમને સામને આવી ગયા હતા. જે બાદ અલ્પેશ કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા હતા. અને તેમના આર્શીવાદ લીધા હતા. થોડા દિવસ પહેલા જ અલ્પેશે કાનાણીને નામર્દ કહ્યાં હતા, હવે તેઓ એકબીજાને હસતા ચહેરે મળ્યાં હતા.

સુરત જિલ્લામાં કુલ 47.45 લાખ મતદારો આજે 16 બેઠકો પરના 168 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સવાગે અગિયાર વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન મહુવા બેઠક પર થયું છે. બીજી તરફ શહેરની મજૂરા બેઠક પર 11 વાગ્યા સુધીમાં 13.67% મતદાન થયું છે. સુરત જિલ્લામાં 11 વાગ્યા સુધીમાં કુલ 18.16% મતદાન થયું

મતદાનની ટકાવારી 

155 ઓલપાડ બેઠક - 18.19%
156 માંગરોળ બેઠક - 22.01%
157 માંડવી બેઠક - 24.16%
158 કામરેજ બેઠક - 18.88%
159 સુરત પૂર્વ - 17.39%
160 સુરત ઉત્તર- 17.05%
161 વરાછા રોડ- 17.93%
162 કરંજ- 16.34%
163 લિંબાયત - 14.88%
164 ઉધના- 15.90%
165 મજુરા - 13.67%
166 કતારગામ - 18.16%
167 સુરત પશ્વિમ - 19.20%
168 ચોર્યાસી - 16.51%
169 બારડોલી ( એસ.સી)- 18.58%
170 મહુવા- 24.11%

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch