Thu,25 April 2024,7:03 am
Print
header

26 જાન્યુઆરી પહેલા હાઇ એલર્ટ, ગુજરાત-દિલ્હી આતંકીઓના નિશાને હોવાનો રિપોર્ટ

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓ ભારતના મોટા શહેરોમાં હુમલાનું પ્લાનિંગ કરી રહ્યાં છે, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પહેલા જ સુરક્ષા એજન્સીઓને માહિતી મળી છે કે ગુજરાતના મોટા શહેરો અને રાજધાની દિલ્હી આતંકવાદીઓના નિશાને છે, અહી ISISના આતંકીઓ મોટો હુમલો કરી શકે છે.

વડોદરા અને દિલ્હીથી ISISના પકડાયેલા 4 આતંકવાદીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે, બે આતંકવાદીઓ જે પકડાયા નથી, તે કોઇ મોટો બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે, પોલીસ તેમને શોધી રહી છે, બીજી તરફ ગુજરાતના મોટા શહેરો અને રાજધાની દિલ્હીમાં સુરક્ષા સઘન કરી દેવાઇ છે, પકડાયેલા 4 આતંકીઓની પૂછપરછને આધારે ISISના 2 આતંકવાદીઓની શોધખોળ થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch