Sat,20 April 2024,12:45 am
Print
header

હોલીવૂડ સ્ટાર એક્ટર એલેક બાલ્ડવિને ફિલ્મના સેટ પર કર્યું ફાયરિંગ, સિનમેટોગ્રાફરનું મોત

(એલેક બાલ્વીનની ફાઈલ તસવીર)

મેક્સિકોઃ અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના બની છે. આ વખતે જાણીતા એક્ટર એલેક બાલ્વિને ફાયરિંગ કર્યું છે. તેણે ન્યૂ મેક્સિકોમાં સેટ પર પ્રોપગન ફાયરિંગ કર્યુ હતું. જેમાં મહિલા સિનેમેટોગ્રાફર હૈલીના હચીન્સનું મોત થઇ ગયું છે.દિગ્દર્શક જોએલ સોઝા ઘાયલ થયા છે આ બનાવ સેંટા કે ફિલ્મના સેટ પર બન્યો છે.

42 વર્ષીય હચીસન્સને હેલિકોપ્ટર દ્વારા આલ્બુકર્કની યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું છે. સાન્ટા ફે કાઉન્ટી શેરિફની ઓફિસના જણાવ્યાં મુજબ, 48 વર્ષીય સોઝાને એમ્બ્યુલન્સ દ્વારા સાન્ટા ફેમાં ક્રિસ્ટસ સેન્ટ વિન્સેન્ટ રિજનલ મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યાં છે, તેમની સારવાર ચાલી રહી છે.

શેરિફની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું કે હચિન્સ અને સોઝાને 68 વર્ષના નિર્માતા અને અભિનેતા એલેક બાલ્ડવિન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે ગોળી વાગી હતી. પોલીસના કહેવા મુજબ આ ઘટના સેંટા ફે ફિલ્મના સેટ પર બની છે. બાલ્ડવિન ફિલ્મમાં મુખ્ય રોલ કરતા હતા. શૂટિંગ દરમિયાન બોલ્ડવિને પ્રોપ ગનથી ફાયરિંગ કર્યું હતું, જેમાં મહિલા સિનેમેટોગ્રાફરનું મોત થયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch