Sat,20 April 2024,5:22 am
Print
header

વડોદરામાં સીરપની આડમાં દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 3 શખ્સોની ધરપકડ

વડોદરાઃ સીરપની આડમાં નશાનો વેપાર કરતી વધુ એક ફેક્ટરી ઝડપાઇ છે. વડોદરા પોલીસે બાતમીને આધારે દરોડા પાડીને સાંકરદામાંથી આલ્કોહોલિક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. PCBની ટીમે ફેકટરીમાં હાજર ત્રણ શખ્સો સાથે લાખો રૂપિયાની દવા, રો માટિરીયલ અને પેકેજીંગ મશીનો જપ્ત કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આયુર્વેદિક દવા બનાવવાની આડમાં ફેક્ટરીમાં દારૂ બનાવવામાં આવતો હતો.

અગાઉ પરેશ પટેલ નામનો બોગસ ડોક્ટર એક્સપાયર થયેલી કફ સીરપ, કિડની અને અન્ય વિટામીનની દવાનો જથ્થો ખરીદતો હતો. જેમાં ભેળસેળ કરીને આયુર્વૈદિક દવાને નામે લોકોને વેચતો હતો. પરેશ પટેલ ગુજરાતભરમાં નજીવા નફાની લાલચે જીવનરક્ષકના નામે જીવનભક્ષક સામાન વસ્તુ વેચતો હતો. 

ગત સપ્ટેમ્બર મહિનામાં રાજકોટમાં આલ્કોહોલના ઉપયોગથી નકલી દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે એક્સપાયર થયેલી દવામાં ચ્યવનપ્રાશ, સીરમની ભેળસેળ કરવામાં આવતી હતી. આ ભેળસેળવાળી દવાને બોગસ ડોક્ટર પરેશ પટેલ મધુમેહનાશક નામે ઈમ્યુનિટી બૂસ્ટરના નામે લોકોને પધરાવતો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch