Sat,20 April 2024,1:30 pm
Print
header

અમેરિકાનું મોટું ઓપરેશન, 9/11ના આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ અલ ઝવાહિરી ડ્રોન હુમલામાં ઠાર– Gujarat Post

યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડેને તેમના સંબોધનમાં કરી પુષ્ટિ

જો તમે અમારા લોકો માટે ખતરો છો, તો અમેરિકા તમને વીણી વીણીને મારશેઃ બાઇડેન

વોશિંગ્ટનઃ અમેરિકાએ આતંકી સંગઠન અલ કાયદાના અયમાન અલ-ઝવાહિરીને ડ્રોન હુમલામાં ઠાર કરી નાખ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યાં અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ આવ્યું છે કે અલ-કાયદાના નેતા અલ-ઝવાહિરીને થોડા દિવસ પહેલા જ ઠાર કરાયો હતો. જો કે અમેરિકાએ હવે તેની પુષ્ટિ કરી છે.

આ સમાચારની પુષ્ટી ખુદ રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના સંબોધનમાં કરી છે. સોમવારે સાંજે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે 'ન્યાયની જીત થઈ છે. કાબૂલમાં થયેલા હવાઈ હુમલામાં અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીનું મોત થયું છે. જો તમે અમારા લોકો માટે ખતરો છો, તો અમેરિકા તમને શોધી કાઢશે અને તમને હાંકી કાઢશે, પછી ભલે તમે ગમે ત્યાં છુપાવો, પછી ભલે તે કેટલો સમય લે.'

બાઇડેને કહ્યું કે શનિવારે મારી સૂચના પર અફઘાનિસ્તાનના કાબૂલમાં સફળતાપૂર્વક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અલ કાયદાનો નેતા અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો હતો. 11 નવેમ્બર 2001ના હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ એક બીજું પગલું છે. અંતે તેમણે કહ્યું- હવે ન્યાય મળ્યો છે. હવે હું ક્યારેય અફઘાનિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ બનવા નહીં દઉં. અગાઉ અમેરિકાએ લાદેનનો પણ ખાત્મો કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch