મુંબઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે કરવામાં આવ્યાં. તે પહેલાં, તેમના પાર્થિવ શરીરને કોટેવાડી ખાતે જાહેર દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં આખા મંત્રીમંડળે હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ દર્શન માટે પહોંચ્યાં હતા. દરમિયાન, સમગ્ર પવાર પરિવાર તેમના પૈતૃક ગામ કોટેવાડી પહોંચ્યો હતો.
અજિત પવારના પુત્ર પાર્થે ચિતાને અગ્નિદાહ આપ્યો
NCP નેતા અજિત પવાર પંચ તત્વોમાં વિલીન થઇ ગયા છે. અજિત પવારના પુત્રો, પાર્થ પવાર અને જય પવારે ચિતાને અગ્નિદાહ આપીને તેમના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. વરિષ્ઠ નેતાઓની યાદીમાં અમિત શાહ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે. રાજ્ય અને દેશના અગ્રણી નેતાઓની હાજરી અજિત પવારના રાજકીય કદ વિશે ઘણું બધું કહી જાય છે.
VIDEO | Baramati: Maharashtra Deputy Chief Minister Ajit Pawar's sons, Jay Pawar and Parth Pawar, light the funeral pyre (chita), marking the final farewell to their father.#Maharashtra #MaharashtraPlaneCrash #AjitPawar
— Press Trust of India (@PTI_News) January 29, 2026
(Full video available on PTI Videos –… pic.twitter.com/QZtQp7pS4q
બુધવારે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. સવારે 9 વાગ્યે અંતિમ સંસ્કાર યાત્રા શરૂ કરવામાં આવી હતી. અજિત પવારના અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યાં હતા.
66 વર્ષની વયે દુર્ઘટનામાં મોત
અજિત પવારનું 28 જાન્યુઆરી, બુધવારના રોજ સવારે 8.46 વાગ્યે અવસાન થયું હતું. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે તેમનું ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પવારના સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત પાંચ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે ચાર રેલીઓને સંબોધવાના હતા. તેઓ સવારે 8:10 વાગ્યે મુંબઈથી નીકળ્યા. પવારના અવસાન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.
વાયુસેનાએ કાર્યવાહી શરૂ કરી
અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ઝડપથી કાર્યવાહી કરી અને બારામતી એરપોર્ટ પર વાયુ યોદ્ધાઓની એક સમર્પિત ટીમ તૈનાત કરી છે. સ્થાનિક નાગરિક વહીવટીતંત્રની વિનંતી પર IAF એ આ કાર્યવાહી કરી છે. બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં, IAF એ જણાવ્યું હતું કે અકસ્માત બાદ સલામત હવાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વાયુસેનાની એક ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. ભારતીય વાયુસેનાની આ ટીમ અહીં મૂળભૂત હવાઈ ટ્રાફિક નિયંત્રણ (ATC) અને હવામાનશાસ્ત્ર સેવાઓ પૂરી પાડી રહી છે.
વિમાન ઉડાડનાર કેપ્ટનને લાંબો અનુભવ હતો
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં કેપ્ટન સુમિત કપૂરનો પણ સમાવેશ થાય છે, જેમને 15,000 કલાક ઉડાનનો અનુભવ હતો. આ અકસ્માતમાં 15,00 કલાક ઉડાનનો અનુભવ ધરાવતા સહ-પાયલટ કેપ્ટન શામ્ભવી પાઠક, પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) વિદીપ જાધવ અને એર હોસ્ટેસ પિંકી માલીનું પણ મોત થયું હતું.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
ભારત- અમેરિકા ટ્રેડ ડીલ પર મોદી સરકારે સંસદમાં શું આપ્યું મોટું નિવેદન ? Gujarat Post | 2026-02-03 18:26:28
રાહુલ ગાંધીએ ચીન મામલે નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા | 2026-02-02 14:12:14
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટિન સાથે જોડ્યું, વિદેશ મંત્રાલયે આરોપ ફગાવી દીધા | 2026-01-31 21:50:38
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35