Wed,16 July 2025,7:35 pm
Print
header

અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post

  • Published By mayur patel
  • 2025-06-14 10:59:46
  • /

વિમાનનું બ્લેક બોક્સ તપાસ માટે મોકલવામાં આવ્યું 

આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે ઉડ્ડયન મંત્રાલયમાં બેઠકોનો દૌર 

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરપુરે મંત્રાલય કાર્યાલયમાં હવાઈ સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી કાર્યાલય મુજબ, નાગરિક ઉડ્ડયન સચિવ, ડીજીસીએ મહાનિર્દેશક, એએઆઈ અધિકારીઓ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યાં છે.

આ દરમિયાન અમદાવાદથી ઘટના સ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો, જ્યાં 12 જૂને 242 યાત્રીઓ (ક્રૂ મેમ્બર્સ સહિત) ને લઈ જતું AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર 242 માંથી 241 લોકોના આ અકસ્માતમાં મૃત્યુ થયા હતા.

લંડન ગેટવિક હવાઈ અડ્ડાના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીવર્ટ વિંગેટે અમદાવાદ પાસે થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. એક્સ પર લંડન ગેટવિક દ્વારા કરાયેલી પોસ્ટમાં વિંગેટે કહ્યું કે હવાઈ અડ્ડા એર ઇન્ડિયાના સંપર્કમાં છે અને સહાયતા પ્રદાન કરી રહ્યું છે. તેમણે કહ્યું, 'અમે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171થી સંબંધિત દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખી છીએ. અમારી સંવેદનાઓ વિમાનમાં સવાર લોકોના પરિવાર અને મિત્રો સાથે છે. ફ્લાઇટ AI171 જે 12 જૂને અમદાવાદ એરપોર્ટથી પ્લેન ટેકઓફ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને લંડન ગેટવિકમાં ઉતરવાની હતી. લંડન ગેટવિક એર ઇન્ડિયા સાથે સંપર્ક કરી રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch