Sat,20 April 2024,1:19 am
Print
header

કોરોના સતત બદલી રહ્યો છે રૂપ, વેક્સિન લીધા બાદ પણ માસ્ક જરૂરી: AIIMS ડાયરેક્ટર ડૉ.ગુલેરિયા

નવી દિલ્હીઃ AIIMS ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ વાયરસ ચાલાક છે અને સતત રૂપ બદલી રહ્યો છે. આ સમયે કહી શકાશે નહીં કે નવા વેરિઅન્ટના વિરોધમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે. અમેરિકાએ શુક્રવારે કહ્યું કે કોરોના વેક્સીનના 2 ડોઝ લીધેલા લોકો માટે માસ્ક જરૂરી નથી. ભારતમાં સ્થિતિને આધારે ડો.રણદીપ ગુલેરિયાએ ભારતમાં 2 વેક્સીન લીધા બાદ પણ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહ્યું છે. તેઓએ કહ્યું કોરોનાનું નવું રૂપ બદલાઈ રહ્યું છે અને સાથે નવા વેરિઅન્ટથી વેક્સીનના 2 ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થવાનો ખતરો વધારે રહે છે. સીડીસીએ કહ્યું છે કે પૂરી રીતે વેક્સીનેટ થઈ ચૂકેલા લોકોને માટે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું જરૂરી નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને પણ કહ્યું કે તમે વેક્સીનેટ થઈ ચૂક્યા છો તો હવે તમારે માસ્ક પહેરવાની જરૂર નથી.

ભારતના એક્સપર્ટ અને ડોક્ટર્સનું કહેવું છે કે અહીં માસ્ક વિના બહાર નીકળવાનો નિર્ણય હાલમાં લેવાઈ શકે તેમ નથી. એક્સપર્ટના આધારે લોકોએ તેને માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જ્યાં સુધી ભારતમાં કોરોના સંક્રમણને લઈને વધારે ડેટા મળ્યો નથી. આ માટે સાવધાન રહેવાની જરૂર છે. આ વાયરસ ચાલાક છે અને પોતાનું રૂપ બદલતો રહે છે. નવા વેરિઅન્ટના વિરોધમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે તેની કોઈ માહિતિ નથી. તમે વેક્સીનના 2 ડોઝ બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch