Wed,16 July 2025,8:05 pm
Print
header

અમદાવાદ રથયાત્રાને લઈને પોલીસે રૂટ પર રિહર્સલ કર્યું - Gujarat Post

  • Published By Panna patel
  • 2025-06-24 09:37:48
  • /

અમદાવાદમાં શુક્રવારે નીકળશે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા

મોટી સંખ્યામાં નગરજનો ઉમટશે, સુરક્ષાને લઇને સઘન વ્યવસ્થા 

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગ્નાથની 148મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. અષાઢી બીજે જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા પોલીસ દ્વારા સમગ્ર રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે એ માટેનું એક મેગા રિહર્સલ આજે યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે 7 વાગ્યે પોલીસ રથયાત્રાના રૂટ પર નીકળી હતી. સવારે 7 વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે રથયાત્રા જ નીકળી હોય, એ પ્રમાણે નીકળ્યાં હતા.

સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું રિહર્સલ નિજ મંદિર ખાતે પૂર્ણ થયું હતું. રસ્તામાં આવતા તમામ દબાણો અને અલગ અલગ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ હોલ્ડ લઈને પોલીસ દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સુરક્ષાને લઇને સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch