Fri,26 April 2024,1:33 am
Print
header

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ નીચેનો રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાને ટ્રકે ઉડાવી, ઘટના સ્થળે જ મોત- Gujarat Post

અમદાવાદ: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. બેફામ ડ્રાઈવિંગને કારણે લોકો જીવ ગુમાવી રહ્યાં છે.  અમદાવાદમાં બેફામ દોડતા વાહનો અનેક નિર્દોષ લોકોનો ભોગ લઈ ચુક્યા છે. આ સિલસિલો યથાવત છે, ગત મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ નીચે સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. ઈસ્ક્રોન બ્રિજ નીચે મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે ધસમસતા આવેલા ટ્રકે તેમને અડફેટે લેતાં સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. એસ જી હાઈવે- 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગઈકાલે લીંબડી અમદાવાદ હાઈવે પર એક ખાનગી બસ ટ્રક પાસળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. લીંબડી પોલીસે અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીયો શરૂ થઈ ગઈ હતી. ઉપરાંત હાઈવે પર જતાં વાહનો થંભી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.લોકોના ટોળા અકસ્માતના સ્થળે દોડી ગયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ પહોંચી ગઈ હતી.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch