Wed,15 July 2026,1:25 am
Print
header

અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ છે શરદ રાત્રિ, આ વખતે 2025 માં ત્રીજા વર્ષે પણ બે યાદગાર રાત્રિઓ ઉજવાશે

  • Published By
  • 2025-09-18 17:03:48
  • /

અમદાવાદઃ લાંબા સમયથી રાહ જોવાતી આ શરદ રાત્રિ નજીક જ છે, અમદાવાદની નવરાત્રિમાં એક અનોખી, માત્ર આમંત્રણથી યોજાતી આ ગરબા ઉજવણી છે. પરંપરાગત ગરબા સાથે સૌંદર્ય, ભક્તિ અને વૈભવનો અનુભવ કરાવવાનું આ ત્રીજું વર્ષ છે.

બે ખાસ રાત્રિઓ આરંભ

નવરાત્રિની પહેલી રાત્રિ ઉજવણીનો આરંભ પવિત્રવિધિ અને આદિશક્તિના આહ્વાનથી થશે. 

કાશી વિશ્વનાથના મુખ્ય પૂજારી તથા પાંચ મહિલા પૂજારીઓની ઉપસ્થિતિમાં 501 મહેમાનો ભાગ લેશે. આ વર્ષે થીમ લાલ અને આઇવરી રહેશે. જે પવિત્રતા અને ભક્તિનું પ્રતિક છે. સાંજે 108 ગરબી, શ્રી યંત્રની સ્થાપના, સાત્વિક ભોજન અને નંગા પગે જ કરાતા ગરબા જેવા પરંપરાગત તત્વો રહેશે.

અનંત– શરદ પૂનમની રાત્રિ- ઉત્સવનું સમાપન શરદ પૂનમના ચાંદની તળે થશે. થીમ રહેશે ચંદ્રની 16 કલાઓ પર આધારિત. પૂર્ણિમાની રાત્રે રાસ-ગરબા, ચંદ્રપ્રકાશ હેઠળ ધ્યાન અને દૂધ-પોહાની વિધિ સાથે અનોખો અનુભવ મળશે. 

શરદ રાત્રિ કેમ ખાસ ? 

માત્ર આમંત્રણથી પસંદ કરેલા મહેમાનો માટે જ પરંપરાગત આધાર – વૈદિક વિધિઓ અને પવિત્રવિધિઓ પર આધારિત રહેશે. સંપૂર્ણ અનુભવ – વેલેટ પાર્કિંગ, સાત્વિક ભોજન, સંસ્કૃતિક કાર્યક્રમો, પ્રસાદ – આરંભે અંબાજી શક્તિ પીઠનો પ્રસાદ અને અનંતે સોમનાથ જ્યોતિર્લિંગનો પ્રસાદ, સમૂદાયની એકતા ગુજરાતના વિવિધ વર્ગોને એક મંચ પર લાવવા માટે આયોજકોનો સંદેશ છે, શરદ રાત્રિ એ મા અંબાની સાચી ભક્તિ અને સંસ્કૃતિને ઉજવવાનો એક પ્રયાસ છે. 

મહેમાનોને ઘર જેવી ઉષ્મા અને પરંપરાગત અનુભવ આપવો એ અમારો હેતુ છે, એમ આયોજક અને ક્યુરેટર શ્રુતિ ચતુર્વેદી કહે છે. આ કાર્યક્રમમાં નવરાત્રિની પરંપરાઓ સાથે ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો ખાસ સંગમ જોવા મળશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch