Fri,26 April 2024,3:55 am
Print
header

અમદાવાદઃ યુવકે પૂર્વ મંગેતર સાથે શરીર સંબંધ બાંધવા કોન્ડોમના બદલે એડહેસિવનો ઉપયોગ કર્યો..પછી

(પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદઃ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે એક્સ મંગેતર સાથે શરીર સંબંધ બાંધવા કોન્ડોમના બદલે એડહેસિવ(ગુંદર)નો ઉપયોગ કર્યો હતો. જેને કારણે તેની તબિયત લથડતાં મોત થઇ ગયું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ફતેવાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય સલમાન મિર્ઝાએ તેના પ્રાઇવેટ પાર્ટમાં એડહેસિવ નાંખી દીધું હતું, જેનાે કારણે તેનું મોત થયું હોવાનું સીનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું હતું. કેટલાક પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ મિર્ઝા અને તેની પૂર્વ ફિયાન્સી બંને ડ્રગના બંધાણી હતા અને જુહાપુરાની એક હોટલમાં ગયા હતા. તેઓ તેમની સાથે કોઈ ગર્ભ નિરોધક લઈને ગયા ન હતા,જેને કારણે પ્રાઇવેટ પાર્ટમાં એડહેસિવનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતુ.

પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ મૃતક એક યુવતી સાથે ઓટો રિક્ષામાં 22 જૂનના રોજ હોટલમાં જતા જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતા મિર્ઝા અને તેની ગર્લફ્રેન્ડ હોટલમાં પ્રવેશતાં દેખાયા હતા. પરંતુ બીજા દિવસે તે બેભાન અવસ્થાનમાં મળ્યો હતો. સેક્સ પહેલા તેમણે ડ્રગનું પણ સેવન કર્યુ હતું.

તેમની પાસે પ્રોટોકેશનનું કોઈ સાધન ન હોવાથી ગર્ભ ન રહે તે માટે તેમણે એડહેસિવનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હશે. તેઓ તેમની સાથે ઘણી વખત એડહેસિવ લઈ જતાં હતા અને પ્રસંગોપાત તેનો વ્ટાઇટનર તથા ઈન્હેલર સાથે ઉપયોગ કરીને નશો કરતા હતા. મિર્ઝા તેના કુટુંબનો એકમાત્ર કમાઉ સભ્ય હતો. હાલમાં આ વિચિત્ર કેસની પોલીસ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch