અમદાવાદઃ ચાણક્યપુરીની શિવમ આર્કેડ સોસાયટીની બહાર મોડી રાત્રે હાથમાં તલવારો સાથે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર સોસાયટીના મકાન નંબર B-205માં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જ્યારે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાર-પાંચ લોકોએ હોબાળો મચાવ્યો હતો.
પોલીસના જણાવ્યાં અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે આરોપીઓ ભાડાના મકાનમાં દારૂની મહેફિલ માણતા હતા. જ્યારે એક શખ્સ નીચે આવ્યો ત્યારે તેણે સોસાયટીના લોકો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેને અટકાવવામાં આવતા મામલો વધુ વણસી ગયો હતો. આરોપી બોલેરો કાર લઈને સોસાયટીમાં આવ્યો હતો.
પહેલા ભાગી ગયો અને પછી વધુ લોકો સાથે પાછો ફર્યો
હંગામો શરૂ થયા બાદ શરૂઆતમાં 3 લોકો ત્યાંથી ભાગી ગયા હતા અને થોડીવારમાં વધારે લોકો તલવારો સહિતના ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં પહોંચી ગયા હતા. આ પછી આરોપીઓએ હોબાળો મચાવ્યો હતો. અસામાજિક તત્વોને હંગામો મચાવતા જોઈને સિક્યુરિટી સ્ટાફે સોસાયટીનો ગેટ બંધ કરી દીધો હતો.
ઘરમાં તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી
આ ઘટનામાં સોસાયટીના 2-3 લોકો ઘાયલ થયા હતા, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સોસાયટીમાં હંગામો મચાવતા લોકો છેલ્લા 3 દિવસથી સોસાયટીમાં પોતાનો સામાન લાવી રહ્યાં હતા. આરોપીએ ત્રણ દિવસ પહેલા જ ભાડા પર મકાન લીધું હતું. માહિતી મળતાં પોલીસ પહોંચી હતી અને બંધ મકાનનું તાળું ખોલ્યું તો અંદરથી દારૂની બોટલો મળી આવી હતી.
15 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ
હુમલો કરનારા તમામ લોકો અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી હતા. સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવ્યાં બાદ પોલીસે 15 હુમલાખોરો સામે હત્યાના પ્રયાસ અને તોફાનોની ફરિયાદ નોંધી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ | 2024-10-07 10:40:28
રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post | 2024-10-07 10:28:46
Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post | 2024-10-07 10:21:12
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
ગુજરાત ATS અને NCB નું સંયુક્ત ઓપરેશન, અંદાજે 1841 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કરાયું જપ્ત | 2024-10-06 12:53:04
આ નવરાત્રી નથી....લવરાત્રી છે....સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઉભો કર્યો નવો વિવાદ | 2024-10-05 15:05:18
પિતાની હત્યાનું દર્દ...22 વર્ષ પહેલા પિતાની હત્યા થઇ હતી, પુત્ર ગોપાલસિંહે હવે હત્યારાની કરી નાખી હતી | 2024-10-05 09:28:07
CGST ના ઇન્સ્પેકટર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા, અમદાવાદની આંબાવાડી ઓફિસમાં બજાવતા હતા ફરજ | 2024-10-03 11:52:15