Thu,18 April 2024,6:33 pm
Print
header

અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત થઇ ગયું

અમદાવાદઃ શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે લોકો બેફામ વાહનો ચલાવી રહ્યાં છે. જેને કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આજે સવારે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થઇ ગયું છે. એક અજાણ્યા વાહન ચાલકે ઈસ્કોન બ્રિજ પર પસાર થઇ રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરના કારણે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા એસજી હાઈવે -2 ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,મૃતક મહિલા અંગે માહિતી મેળવવાની કવાયત શરૂ કરી હતી. પોલીસને અહીંથી મિરર મળી આવ્યો છે. જેના પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક હોવાનું પોલીસને અનુમાન છે.

કાર ચાલકે મહિલાને 10 ફૂટથી વધુ ઘસેડી હોય તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હિટ એન્ડ રનની ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઈસ્કોન આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી  છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch