અમદાવાદઃ શહેરમાંથી એક ખૂબ જ સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યાં છે. એક રહેણાંક સોસાયટીમાં ચાર મહિનાની બાળકીને પાલતુ કૂતરાએ મારી નાખી છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ શ્વાન માલિકના નિયંત્રણ બહાર હતો.
આ ઘટના સોમવારે રાત્રે શહેરના હાથીજણ વિસ્તારમાં બની હતી
આ ઘટના સોમવારે રાત્રે શહેરના હાથીજણ વિસ્તારમાં બની હતી. બાળકીની માસી તેને હાઉસિંગ સોસાયટીના કોમન ગાર્ડનમાં લઈ ગઈ હતી. તે સમયે એક મહિલા રહેવાસી તેના પાલતુ રોટવીલર કૂતરાને નીચે લાવી હતી ત્યારે તે ફોન પર વાત કરી રહી હતી.
શ્વાન અચાનક આક્રમક બની ગયો
અચાનક શ્વાન આક્રમક બની ગયો હતો અને માલિકની પક્કડમાંથી છૂટતાની સાથે જ તેણે બાળકી અને તેની માસી પર હુમલો કર્યો હતો. જેથી પાડી પરથી બાળકી નીચે પડતા કૂતરાએ માંથામાં બચકું ભરી લેતા ખોપરી ફાટી ગઇ હતી. બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરંતુ બાળકીનું મૃત્યુ થયું હતું જ્યારે તેની માસી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.
સીસીટીવી ફૂટેજમાં શ્વાન હુમલો કરતો જોવા મળ્યો
હાઉસિંગ સોસાયટી દ્વારા શેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં એક મોટો રોટવીલર કૂતરો બાળકી અને તેની માસી પર હુમલો કરતો જોવા મળ્યો હતો જ્યારે તેઓ બગીચા પાસે અન્ય લોકો સાથે બેઠા હતા. માલિક પ્રતિક્રિયા આપે અને પરિસ્થિતિ સંભાળે તે પહેલાં આક્રમક કૂતરાએ બાળકને ફાડી નાખ્યું અને તેની માસીને ઘાયલ કરી હતી.
બાળકના મામાના જણાવ્યાં અનુસાર બાળકીનું મૃત્યુ તેના ગળા અને ખોપરીમાં થયેલી ઊંડી ઈજાઓને કારણે થયું છે. ઘટનાની માહિતી મળતાં જ અમદાવાદ ગ્રામ્યની વિવેકાનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
રૂ. 7.97 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ અને બહેનની ધરપકડ, માફિયાઓનું નેટવર્ક અમદાવાદથી બેંગકોક સુધી | 2026-02-13 14:39:59
રાજુ કરપડાએ ગોપાલ પર લગાવ્યા ગંભીર આરોપ, ઈટાલિયાએ આપ્યો વળતો જવાબ - Gujarat Post | 2026-02-12 16:54:50
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટનો ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ - Gujarat Post | 2026-02-11 18:42:15
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ..30 કરોડનું હેરોઈન ઝડપાયું, સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું | 2026-02-10 18:53:36