Wed,15 July 2026,1:18 am
Print
header

અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં

  • Published By Panna Patel
  • 2026-06-13 09:30:49
  • /

અમદાવાદઃ એરપોર્ટ પર એક વિમાનમાંથી ચાર કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ વિમાન પર દરોડા પાડ્યાં હતા અને ટોઇલેટમાંથી સોનું જપ્ત કર્યું હતુ, ઇન્ડિગોની આ ફ્લાઇટ ગુરુવારે દુબઈથી અમદાવાદ આવી હતી. સોનું કોણ લાવ્યું તેની તપાસ થઇ રહી છે. 

અધિકારીઓએ વિમાનનું નિરીક્ષણ કર્યું. શોધ દરમિયાન, શૌચાલયમાં સ્પીકર બોક્સની અંદર બે પેકેટ મળી આવ્યાં હતા. આ પેકેટોમાં 24 સોનાના બિસ્કિટ હતા.આ સોનાના બિસ્કિટની બજાર કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.

કાળા ટેપથી લપેટાયેલા બે પાઉચમાં સોનું મળી આવ્યું

એરપોર્ટ પરથી મળેલી માહિતી અનુસાર, અધિકારીઓને વિમાન દ્વારા સોનાની દાણચોરી અંગે માહિતી મળી હતી. ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ 6E-1478 આવતાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી હતી. ભૂતકાળમાં પણ વિમાનના શૌચાલયોમાં સોનાની દાણચોરીના બનાવો નોંધાયા છે.

એક ટીમે શૌચાલયનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું. જ્યારે શૌચાલયનું સ્પીકર બોક્સ દૂર કરવામાં આવ્યું, ત્યારે તે અસામાન્ય રીતે ભારે લાગ્યું. બોક્સ ખોલતાંની સાથે કાળા ટેપમાં લપેટાયેલા બે પાઉચ મળી આવ્યાં હતા. પાઉચમાં 999.0 (24-કેરેટ) શુદ્ધતાવાળા 24 વિદેશી મૂળના સોનાના બિસ્કિટ હતા. તેમનું કુલ વજન 2,799.3 ગ્રામ હતું.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch