Fri,19 April 2024,6:35 pm
Print
header

પત્નીને ખુરશીમાં બાંધીને માર્યો ઢોર માર- બાદમાં ગળું દબાવીને કર્યો હત્યાનો પ્રયાસ

નરાધમ પતિએ પત્નીના ગુપ્તભાગે ડિસમીસ વડે માર્યા ઘા

અમદાવાદઃ કડવા ચોથના દિવસે જ પતિની હેવાનિયત સામે આવી છે. પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યાં છે કે તેના પતિએ ખુરશી સાથે બાંધીને તેને ઢોર માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમીસના ઘા માર્યાં હતા. પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.

આરોપીનું નામ લોકેન્દ્ર ભંડારી છે. જે અમદાવાદ અને બેંગ્લોરમાં સ્પા સેન્ટરના વ્યવસાય સાથે જોડાયેલો છે. લોકેન્દ્ર વિરુદ્ધ તેની પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ આપવાનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. પરણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યાં કે પતિ લોકેન્દ્રના અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા. તેનો વિરોધ કરતા પત્નીને ખુરશી સાથે બાંધીને માર મારવામાં આવ્યો. સાથે જ ગુપ્ત ભાગે ઇજા પહોંચાડી હતી. પરણીતા જ્યારે સુતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી હતી.

16 વર્ષ પહેલા તેના લગ્ન લોકેન્દ્ર સાથે થયા હતા.પતિ સ્પાના વ્યવસાયમાં જોડાયા બાદ અન્ય સ્ત્રીઓ સાથે તેના સંબંધો અંગે જાણ થઈ હતી. હદ તો ત્યારે થઇ કે જ્યારે પતિ એ જ અન્ય ત્રણ સ્ત્રીઓના ફોટા મોકલી પત્ની પાસે અભિપ્રાય માંગ્યો કે આમાંથી કઈ સ્ત્રી સારી છે.જેનો વિરોધ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ, હત્યાના પ્રયાસ અને દહેજ પ્રતિબંધિત અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch