Thu,25 April 2024,10:26 am
Print
header

ACB એ આ કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા 500ની લાંચ લેતા ઝડપી લીધો- Gujarat Post

અમદાવાદઃ એસીબીએ કૃણાલ કીર્તીપાલ રાવલ, કોમ્પ્યુટર ઓપરેટર, પ્રાંત કચેરી, વિરમગામને રૂપિયા 500ની લાંચ લેતા ઝડપી લીધો છે. ફરીયાદીએ આર.ટી.એસ કેસની નકલો કઢાવવા પ્રાંત કચેરીમાં જઇને સંપર્ક કર્યો હતો, જેમાં આરોપી દ્વારા રૂ.500 ની લાંચની માંગણી કરવામાં આવી હતી, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીના ટોલ ફ્રી નંબર- 1064 પર સંપર્ક કર્યો હતો.

ફરિયાદને આધારે એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં એક પંચની હાજરીમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા 500ની લાંચ લીધી હતી, તે જ સમયે એસીબીએ તેને ઝડપી લીધો હતો. આરોપીને ડિટેઇન કરીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે જો તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ ટોલ ફ્રી નંબર પર એસીબીની મદદ લઇ શકો છો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch