Thu,18 April 2024,12:27 pm
Print
header

આજથી એક સપ્તાહ સુધી અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઇવ, બહાર નિકળતા પહેલા ચેતજો- gujarat post

અગાઉ અમદાવાદમાં ગત તા.5 જૂનથી તારીખ 11 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ યોજાઇ હતી

નિયમ ભંગ કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવામાં આવશે

અમદાવાદઃ આજથી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.આ ડ્રાઇવ તા.15 થી 21 જૂન સુધી યોજાશે. પાંચ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસ દ્વારા અંડર એજ વાહન ચાલકો અને ડાર્ક ફિલ્મવાળા વાહનો લઈ નીકળનાર સામે રીતસરનો સપાટો બોલાવશે. નિયમ ભંગ કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી કરીને કાયદાના પાઠ ભણાવવામાં આવશે.

અગાઉ અમદાવાદમાં ગત તા.5 જૂનથી તારીખ 11 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઇવ યોજાઇ હતી.શહેરમાં ટ્રાફિક પોલીસે HSRP નંબર પ્લેટને લઈને ઝુંબેશ શરૂ કરી હતી. શહેરમાં 11 જૂન સુધીમાં HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી.રોંગ સાઈડ અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યાં હતા. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરી આડેધડ વાહન ચલાવતા શખ્સો સામે પોલીસે ફરી લાલ આંખ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch