Thu,18 April 2024,8:31 am
Print
header

ધમકી, સ્વામી નિત્યાનંદે કહ્યું મારા અનુયાયીઓ સામે પડતા નહીં, નિત્યા તત્વપ્રિયાએ પોલીસ પર આરોપ લગાવ્યાં

અમદાવાદ: ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમમાં પોલીસે ધામા નાખ્યાં છે, જેની સામે હવે નિત્યા તત્વપ્રિયાએ આરોપ લગાવ્યો છે કે 40 જેટલા પોલીસકર્મીઓ તેમના આશ્રમ વાસીઓને હેરાન કરી રહ્યાં છે, જે બાદ લંપટ સ્વામી નિત્યાનંદે ધમકી આપી દીધી છે કે ગુજરાતમાં જો મારા અનુઆયીઓને હેરાન કરવામાં આવશે તો તેનું પરિણામ સારૂ નહીં આવે, તેમને કહ્યું કે કેટલાક લોકો અમારી વિરૂદ્ધ ષડયંત્ર કરીને અમને બદનામ કરી રહ્યાં છે.મીડીયા અને સોશિયલ મીડિયામાં મારી વિરૂદ્ધમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તપાસના નામે મારા ભક્તોને મારાથી દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

પારિવારિક મામલો 

તમિલનાડુનાં દંપત્તિના તમામ આરોપ નિત્યાનંદિતાએ ફગાવી દીધા છે, તેને પોતાના માતા-પિતા પર જ આરોપ લગાવી દીધા છે, સાથે જ કહ્યું છે કે હું મારી મરજીથી નિત્યાનંદ આશ્રમમાં આવી છું, હવે તેને બીજા વીડિયોમાં કહ્યું છે કે અમારા પરિવારના મામલાને મીડિયાએ ખોટી રીતે ઉછાળ્યો છે, પોલીસ દ્વારા પણ આશ્રમમાં બધાની હેરાનગતિ કરાઇ રહી છે.

બસમાં યુવતીઓ-બાળકોને કેમ લઇ જવાય છે ?

ડીપીએસ બસના એવા સીસીટીવી સામે આવ્યા છે, જેમાંથી રાતના સમયે યુવતીઓ અને બાળકો પુષ્પક સીટીના ફ્લેટોમાં જઇ રહ્યાં છે, બસ વહેલી સવારે કેમ્પસમાં પાછી જતી પણ દેખાઇ રહી છે, જેને લઇને અનેક સવાલ ઉભા થયા છે, જેની ઉંડી તપાસ જરૂરી છે.

ડીઇઓએ દસ્તાવેજો માંગ્યા 

જિલ્લા શિક્ષણ અધિકારીએ ડીપીએસ સ્કૂલને જણાવી દીધું છે કે તાત્કાલિક આ સ્કૂલની જમીનના દસ્તાવેજો અને મંજૂરી સહિતના કાગળો રજૂ કરવામાં આવે, નહીં તો CBSEને આ મામલે જાણ કરીને સ્કૂલની માન્યતા જ રદ્દ કરી નાખવામાં આવશે, સ્કૂલના કેમ્પસમાં બની ગયેલા નિત્યાનંદ આશ્રમની મંજૂરીને લઇને પણ અનેક સવાલ ઉભા થયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch