Thu,25 April 2024,3:20 pm
Print
header

સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદને લઇને સૌથી મોટા સમાચાર, સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની ધરપકડ

અમદાવાદ: હાથીજણ ડીપીએસ સ્કૂલ કેમ્પસમાં આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદમાં નવો વળાંક આવ્યો છે, પોલીસે આશ્રમની બે સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની ધરપકડ કરી લીધી છે, યુવતીના ગુમ થવા મામલે અને સગીરાઓ સાથે દુર્વ્યવહારના આરોપ બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે, પોલીસ આશ્રમમાં તપાસ કરી રહી હતી ત્યારે આ બંને મહિલાઓએ તેમના પર હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર પછી સ્વામી નિત્યાનંદે ધમકી આપી હતી કે મારા અનુઆયીયોને હેરાન કરવાનું બંધ નહીં કરાય તો તેનું પરિણામ ગંભીર હશે.
 
આશ્રમમાં પહેલા કામ કરનાર દંપત્તિએ તેમના ચાર સંતાનોને ગોંધી રાખવાની પોલીસ ફરિયાદ કરી હતી, બાદમાં તેમના બે સંતાનો તેમને મળી ગયા છે, પરંતુ બે યુવતીઓનો કોઇ પત્તો નથી, તેમાંથી એક યુવતીએ વીડિયો પોસ્ટ કરીને માતા-પિતા પર ગંભીર આક્ષેપ કરીને સ્વામી નિત્યાનંદ સાથે જ રહેવાની વાત કરી છે, પરંતુ આ યુવતી ક્યાં છે તેનો હજુ સુધી કોઇ પત્તો નથી, બીજી તરફ દંપત્તિને ટેલિફોનીક ધમકીઓ મળી રહી છે જેની તેમને પોલીસ ફરિયાદ કરી છે, દંપત્તિએ આશ્રમમાં ચાલતા ગોળખધંધાની પોલ ખોલી નાખ્યાં પછી પોલીસે આશ્રમમાં તપાસ તેજ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch