- યુવકના હાથ પર લખ્યું છે- 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના'
- હાથ પર લખેલા નંબરે ખોલ્યું ઓળખનું રહસ્ય
અમદાવાદ: સાબરમતી નદીમાંથી સતત બીજા દિવસે મૃતદેહ મળતાં ચકચાર મચી છે, ગઈકાલે નદીમાંથી એક માનવ કંકાલ મળી આવ્યાં બાદ, આજે સવારે વધુ એક યુવકની તરતી લાશ મળી આવતાં રિવરફ્રન્ટ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતક યુવકના હાથ પર માર્મિક સંદેશ સાથે પિતાનો ફોન નંબર લખેલો મળ્યો છે, જેમાં લખ્યું હતું કે, 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના'.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ સાબરમતી નદીમાં એક યુવકની લાશ તરતી હોવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની રિવર રેસ્ક્યૂ ટીમ અને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ટીમે તાત્કાલિક મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેના હાથ પર હિન્દીમાં લખેલું હતું: 'મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના' અને સાથે એક મોબાઈલ નંબર પણ લખ્યો હતો.
પોલીસે આ નંબર પર સંપર્ક કરતાં મૃતકની ઓળખ રોહિત પ્રજાપતિ (રહે. ડુંગરપુર, રાજસ્થાન) તરીકે થઈ હતી. પોલીસે તાત્કાલિક પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, યુવકે આત્મહત્યા કરી છે કે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બપોરે પણ જમાલપુર બ્રિજ નજીક સાબરમતી નદીમાંથી એક અજાણ્યું માનવ કંકાલ મળી આવ્યું હતું. આ હાડપિંજર પર માત્ર ઉપરના ભાગે સામાન્ય કપડાં બચેલા હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ મૃતદેહ 10 દિવસ કરતાં પણ વધુ જૂનો હોઈ શકે છે. સતત બે દિવસમાં એક અજાણ્યું હાડપિંજર અને ત્યારબાદ યુવકની ભેદી લાશ મળી આવતાં સમગ્ર મામલો અત્યંત રહસ્યમય બન્યો છે. પોલીસે બંને કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44