Sun,16 November 2025,5:00 am
Print
header

અમદાવાદના શીલજ પાસે રેવ પાર્ટીનો પર્દાફાશ, 13 વિદેશી નાગરિકો સહિત 20 લોકોની ધરપકડ

  • Published By mahesh patel
  • 2025-10-25 12:07:14
  • /

ફાર્મ હાઉસ મિલન પટેલ નામના શખ્સનું છે, 13 વિદેશી નાગરિકોની ધરપકડ

મોટાભાગના શખ્સો વિદેશી નાગરિકો, પોલીસે સાદા ડ્રેસમાં જઇને પાસ ખરીદ્યાં હતા અને એન્ટ્રી લીધી હતી 

અમદાવાદઃ બોપલ પોલીસે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ પર એક મોટી રેવ પાર્ટી પર દરોડા કર્યાં છે. પોલીસે દારૂના નશામાં રહેલા 20 જેટલા લોકોની ધરપકડ કરી છે.જેમાં 13 લોકો વિદેશી છે.

આરોપીઓ આફ્રિકન દેશ કેન્યા, મડાગાસ્કર, મોઝામ્બિક અને બોત્સ્વાનાના રહેવાસીઓ છે

મોટા ભાગના વિદ્યાર્થીઓ છે જેમાંના કેટલાક ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે 

કેન્યાના નાગરિક જોન સેન્ડ્રીક દ્વારા એન્યુઅલ ગેટ ટુ ગેધરના નામે પાર્ટીનું આયોજન કરાયું હતું
 
51 બોટલ વિદેશી દારૂ, 15 હુક્કા, 19 મોબાઇલ જપ્ત કરાયા 

આ પાર્ટીમાંથી ઝડપાયેલા મોટા ભાગના લોકો કેન્યાના છે. આ પાર્ટીમાં DJ મ્યુઝિક, કલરફુલ લાઇટ્સ અને વિદેશી બ્રાન્ડના દારૂનું વેચાણ થઇ રહ્યું હતુ, પોલીસે ફાર્મ પર પહોંચીને અચાનક દરોડા કરતા પાર્ટીમાં અફરાતફરી મચી હતી. 

દારૂ પાર્ટીમાં પાસની કિંમત 

અર્લી બર્ડ: 700 રૂપિયા

VIP પાસ: 2500 રૂપિયા

ડાયમંડ ટેબલ: 5 લોકોના 15 હજાર રૂપિયા (1 બ્લેક લેબલ દારૂની બોટલ અને 1 મેટલ)

આ શરાબ-શબાબની પાર્ટી માટે આયોજકો દ્વારા ખાસ પાસ છપાવવામાં આવ્યાં હતા. આ પાસ પર પાર્ટીમાં અનલિમિટેડ દારુ પી શકાશે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીંથી 20 લોકોની ધરપકડ કરાઇ અને પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ થઇ રહી છે. પાર્ટીના આયોજકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch