અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 137 જેટલા તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી.
વલસાડ જિલ્લાના કપરાડા તુલાકમાં 3.9 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 3.15 ઇંચ, ડીસા તાલુકામાં 2.83 ઇંચ, વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં 2.4 ઇંચ, લાખણીમાં 1.77 ઇંચ, મહેસાણામાં 1.77 ઇંચ, સુરત જિલ્લાના ઉમરપરા તાલુકામાં 1.73 ઇંચ, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં 1.73 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં1.46 ઇંચ અને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 1.38 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદના સાયન્સ સિટી અને થલતેજ વિસ્તારમાં એક કલાકમાં 2 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, મેમનગર, ઘાટલોડિયા, અને ચાંદલોડિયામાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જ્યારે બોપલ, ઘુમા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, વાસણા, નવરંગપુરા, ન્યુ રાણીપ, આશ્રમરોડ, રાણીપ, દુધેશ્વર, મેમકો, શાહપુર, અસારવા અને હંસપુરામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદને કારણે એસ.જી. હાઇવે પરના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને થલતેજ સર્વિસ રોડ પર કારના અડધાથી વધુ ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ ઉપરાંત, આજે સોમવારનો દિવસ હોવાથી સવારના સમયે શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે પણ વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો.
હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની વિધિવત આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
Exclusive: SGST માં ઉચ્ચ અધિકારીઓ પાસે માત્ર મંજીરા ખખડાવવાનું કામ ! રોડ પર કોડવર્ડથી ચાલતા કૌભાંડમાં હવે ગાંધીનગરથી તપાસ જરૂરી | 2026-08-06 10:51:22
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
નકલી કોલ સેન્ટર મામલે ED નો સપાટો, વિકાસ નિમાર ઉર્ફે મીસ્ટી બાદ તેના પિતાને પણ એજન્સી ઉપાડી ગઇ | 2026-08-05 22:11:23
ACB એ પોલીસ કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, દેશી દારુ મામલે લીધી હતી લાંચ | 2026-08-05 08:53:40